ઘણા લોકોના ઘરમાં સમસ્યા હોય છે કે બાળકો જેટલું વર્ક કરે છે એટલું જમતા નથી, ભૂખ નથી લગતી, વડીલો નુ કેહવુ હોય કે ઉંમરના હિસાબે ખોરાક ઓછો થઈ ગયો. જો આવી સમસ્યા હોય તો તેમણે જમતા પેહલા કોર્ન ફ્લોર ટોમેટો સૂપ પીવો જોઈએ.
ટામેટામા બધા વિટામિન હોય છે અને તે ભૂખ ઉઘાડે છે, જેથી જમવાના અડધો કલાક પેહલા તમારે કોર્ન ફ્લોર ટોમેટો સૂપ પીવો જોઈએ જેથી ભૂખ લાગશે અને તમે પૂરતું જમવાનુ જમી શકશો.કોર્ન ફ્લોર ટોમેટો સુપ બનાવું પણ એકદમ સરળ હોય છે.જો આપણે 2 જ્ણ માટે સુપ બનાવીએ તો ફ્રેશ 500 ગ્રામ ટામેટા જોઈએ.ટામેટાને સાદા પાણી વડે ધોઈ લેવા. અને તેને ચોપ કરી લેવા. ત્યારબાદ કઢાઈમાં 2 ચમચી બટર લેવું. એમાં એક ચમચી લસણ ચોપ કરેલું અને અડધી ચમચી આદુ ચોપ કરેલું ઉમેરી સાંતળી લેવું. ત્યારબાદ ચોપ કરેલા ટામેટા ઉમેરી બરોબર મિક્ષ કરવું.
ગેસની ફ્લેમ ધીરી આંચ પર રાખવી. હવે સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી મિક્ષ કરવું. હવે તેમાં એક ચમચી ખાંડ ઉમેરવી.ખાંડ ઉમેરવી જરૂરી નથી જો કોઈ ગળપણ પસંદ નં કરે તો ઉમેરવી જરૂરી નથી. હવે તેમાં 2 કપ પાણી ઉમેરી ઉકળવા દેવું.આ પાણીને 5 મિનિટ સુધી ઉકળવા દેવું જેથી ટામેટા એકદમ ગરમ થઈ જાય અને એનો ટેસ્ટ સારો આવે. 5 મિનિટ પછી આ પાણી ને એક ચાડની વળે નિતારી લેવું અને ટામેટામાથી બધો રસ નીકળે એ રીતે પ્રેસ કરીને ગાળી લેવું.હવે તેમાં એક ચમચી કોર્ન ફ્લોર ઉમેરી 3 ચમચી જેટલું પાણી ઉમેરી મિક્ષ કરી લેવું. આ બન્યા પછી તમે હોટલ નો સૂપ ભૂલી જશો. આ પીવો એકદમ હેલ્થી હોય છે.
Reporter: admin