News Portal...

Breaking News :

ફિલ્મોને મનોરંજન કર મુક્ત કરી શકે તો મહાકુંભના મહાપર્વ પર ગાડીઓને કેમ કર મુક્ત નહીં? : અખિલેશ

2025-02-09 17:19:12
ફિલ્મોને મનોરંજન કર મુક્ત કરી શકે તો મહાકુંભના મહાપર્વ પર ગાડીઓને કેમ કર મુક્ત નહીં? : અખિલેશ


લખનઉં : સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સોશિયલ મીડિયા દ્વારા મહાકુંભમાં આવનારી ગાડીઓને ટોલ ફ્રી કરવાની માંગ કરવામાં આવી છે.  


અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં ત્રણ તસવીર શેર કરી છે. આ તસવીર દ્વારા તેઓએ મહાકુંભમાં આવી રહેલી ગાડીઓને ટોલ ફ્રી કરવાની માંગ કરી છે. અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'મહાકુંભના અવસર પર ઉત્તર પ્રદેશમાં વાહનોને ટોલ ફ્રી કરી દેવા જોઈએ. 


જેનાથી યાત્રાની મુશ્કેલી પણ ઓછી થશે અને ટ્રાફિક જામનો સંકટ પણ દૂર થશે. જ્યારે ફિલ્મોને મનોરંજન કર મુક્ત કરવામાં આવી શકે તો મહાકુંભના મહાપર્વ પર ગાડીઓને કેમ કર મુક્ત ન કરી શકાય?'

Reporter: admin

Related Post