News Portal...

Breaking News :

જો મંજૂરી મળી તો અમદાવાદમાં CWG 2030 યોજાશે

2025-08-13 14:42:58
જો મંજૂરી મળી તો અમદાવાદમાં CWG 2030 યોજાશે


અમદાવાદ : ભારતે કોમનવેલ્થ ગેમ્સની મેજબાની માટે બિડને મંજૂરી આપી છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ ઓફિશિયલી કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી દીધી છે. જેનાથી દેશની આશાઓ વધી છે. 



સીડબ્લ્યૂજી 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે અને જો ભારતને મેજબાની મળશે તો તેનું આયોજન અમદાવાદમાં કરાશે. આઈઓએ દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ બિડને મંજૂરી આપવામાં આવી હતી. આ બિડના દસ્તાવેજ જમા કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે.ભારતે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ રજૂ કરી દીધા છે. જેના માટે 31 ઓગસ્ટ સુધીમાં ભારતે ફાઈનલ બીડનો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. 


કેનેડાએ કોમન વેલ્થ ગેમ્સની મેજબાની માટેનું બિડ પાછું ખેંચી લેતાં ભારત માટે તકો વધી છે. ભારતના કોમનવેલ્થ ગેમ્સ 2030ના બિડને ધ્યાનમાં લેતાં કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ગેમ્સ ડેરેન હોલે હાલમાં જ અમદાવાદમાં સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગુજરાત સરકારના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ મહિનાના અંતમાં કોમનવેલ્થ સ્પોર્ટનું વધુ એક મોટુ ડેલિગેશન અમદાવાદ આવી શકે છે.

Reporter: admin

Related Post