સોશિયલ મીડિયામાં રીલ વાયરલ કરીને છવાઇ જવાના ચક્કરમાં આજની યુવા પેઢી રીતસર ઘેલી બની છે અને તેમને સમાજ કે કાયદાનું પણ ભાન રહ્યું નથી.

વડોદરાની કોર્ટના પરિસરમાં યુવકે રીલબાજી કરી હોવાનો વીડિય સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. જે વાહનમાં પોલીસ આરોપીને લઇને આવે છે, તે વાનમાંથી જાણે વટભેર નીકળતો હોય તેવી રીતે એક યુવક પોતાને વીડિયોમાં દર્શાવી રહ્યો છે. બાદમાં તે કોર્ટની લોબીમાં પહોંચે છે, જ્યાં તે ચાલતો જાય છે, અને વીડિયોમાં સાઉન્ડ મુકવામાં આવ્યો છે જેમાં બોલે છે કે, મેં કબુલ કરતા હું કે મેં ગુંડા હું, મેં બાદશાહ હું. વાયરલ થયેલા વીડિયો પૈકી એકમાં તો કોર્ટ રૂમમાં બેઠો છે, અને બહારથી આ વીડિયો લેવામાં આવ્યો છે. યુવકે બિન્ધાસ્તપણે આ પ્રકારની રીલ બનાવીને પોલીસને પડકાર ફેંક્યો છે.

સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટે લોકો પોતાના જીવનનું રિસ્ક લેતા, કાયદો અથવા નિયમો તોડતા પણ ખચકાતા નથી. આવા વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પોતાની કાર્યવાહી કરે છે. પરંતુ આ કાર્યવાહી એટલી નક્કર નહીં હોવાના કારણે આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં માં કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે આ યુવક કોર્ટમાં પોલીસ વાનમાંથી ઉતરે છે., સામાન્ય રીતે આ વાનમાં આરોપીને લઇને પોલીસ કોર્ટમાં આવતી હોય છે. ત્યાર બાદ યુવક કોર્ટ રૂમ સુધી જાય છે. તેમાં પાછળથી વીડિયો બનાવવામાં આવ્યો છે. જેમાં સાઉન્ડ મુકવામાં આવ્યો છે કે, મેં કબુલ કરતા હું કે મેં ગુંડા હું, મેં બાદશાહ હું.વીડિયોમાં જોવા મળે છે કે એક રૂમમાં તે કોર્ટ રૂમ જેવા દેખાતા રૂમમાં બેઠો છે. તેની આજુબાજુમાં પોલીસ તથા અન્ય બેઠા છે. જેમાં યુવકનો બહારથી વીડિયો લેવામાં આવ્યો છે. સમગ્ર વીડિયોમાં યુવકની હીરોગીરી સ્પષ્ટ જોવા મળી રહી છે. આ યુવકનું નામ આરીફ શેખ નામનું હોવાનો અંદાજ છે.


Reporter: admin







