વડોદરાનાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુજીને ગરબાની એવી ધૂન લાગી છે કે રોજ રાત્રે કોઈપણ એક ગરબા આયોજકને પકડીને એમના ગરબામાં અલગ અલગ સ્ટેપથી ગરબા ગાય છે.

બહુ ઉત્સાહમાં આવી જાય ત્યારે બે આંગળીઓ મોઢામાં નાખીને વ્હિસલ પણ મારી દે છે. ગરબો ગાય ત્યારે એમના કમાન્ડો પણ એમની સાથે સાથે ગરબે ઘુમતા ઘુમતા ડ્યુટી બજાવે છે. કેટલાક ચાપલુંસી કરનારા અધિકારીઓ-હોદ્દેદારો તેમની આજુબાજુમાં જ ગોઠવાઈને ગરબા કરતા રહે છે. રાતે ગરબા કરે એમાં કોઈ વડોદરા વાસીઓને વાંધો નથી.વડોદરા વાસીઓને વાંધો ત્યાં છે કે દિવસ દરમિયાન એ ખંડેરાવ માર્કેટમાં વડી કચેરીમાં આવતા નથી. અગત્યની કોઈ મીટીંગ હોય તો ઝડપથી આવીને નીકળી જાય છે. જનતાની સમસ્યાની એમને દરકાર નથી. સોમવાર અને ગુરુવારે સાંજે 4:30 થી 6:30 બે કલાક જાહેર જનતાને મળવાનો સમય છે, એમાં પણ તેઓ આવતા નથી.
કમિશનર કચેરીમાંથી માત્ર એટલો જવાબ આપાય છે કે સાહેબે આજે આવવાની ના પાડી છે. દૂર દૂરથી રજૂઆત કરનારા, ફરિયાદો લઈને આવનારા અરજદારો મુલાકાતીઓ ધક્કા ખાઈને પરત જતા હોય છે.અરૂણ બાબુને ગરબાની ધૂન લાગવાથી વડોદરાની પ્રજા પરેશાન છે. રાત્રે તેઓ ગરબા કરાને થાકી જાય અને દિવસ દરમ્યાનમાં ખંડેરાવ માર્કેટમાં વધુ સમય આવતા નથી આવે છે તો તેઓ વધુ સમય રોકાતા નથી. ખંડેરાવ માર્કેટ જાણે લટાર માનવા જ આવે છે. હવે તેઓ પણ અગાઉના મ્યુનિસિપલ કમિશનરોની જેમ, કેમ્પહાઉસ કચેરીથી 'વહીવટ' કરતા થઈ ગયા છે તેવી ચર્ચા છે. સંભાળજો આ વડોદરા છે. છેલ્લા 30 વર્ષમાં 30 કમિશનરો બદલાયા છે.
Reporter:







