વડોદરા: પુત્રના કોન્વોકેશનમાં ખાનગી યુનિવર્સિટીમાં આવેલા હેદ્રાબાદના વેપારી હોટલમાં રોકાયા હતા. સૂઇ ગયા પછી મોડી રાત્રે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.
હૈદ્રાબાદની મનીપુરી કોલોનીમાં રહેતા અને ફર્નિચરનો વેપાર કરતા જગજીવનભાઇ વિષ્ણુમૂર્તિ નારોજુ (ઉં.વ.૫૩) નો પુત્ર વડોદરાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ગઇકાલે યુનિવર્સિટીમાં કોન્વોકેશનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ વડોદરા આવ્યા હતા અને વાઘોડિયા બ્રિજ નજીકની હોટલમાં રોકાયા હતા.ગઇકાલે સાંજે પાંચ વાગ્યે તેઓ પારૃલ યુનિવર્સિટીમાં પ્રોગ્રામમાં ગયા હતા. પ્રોગ્રામ પૂરો થતા તેઓ પરત હોટલ પર આવીને સૂઇ ગયા હતા.
મોડી રાત્રે પોણા ત્રણ વાગ્યે તેઓને શ્વાસમાં તકલીફ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હોઇ પોલીસે વધુ પૂછપરછ કરી નહતી.
Reporter: admin







