News Portal...

Breaking News :

દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં ભારે માત્રામાં રોકડ મળી આવી

2025-03-21 11:33:57
દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં ભારે માત્રામાં રોકડ મળી આવી


દિલ્હી : સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત શર્માની બદલીની ભલામણ કરી દીધી છે. જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી ગઇ હતી જેને ઓલવવા જતાં ટીમને ત્યાં ભારે માત્રામાં રોકડ મળી આવી હતી.


ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ જજોની કોલેજિયમે જસ્ટિસ વર્માને પાછા અલ્લાહાબાદ હાઈકોર્ટ મોકલવાની ભલામણ કરી છે. સૂત્રો અનુસાર જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી ગઇ હતી જેને ઓલવવા જતાં ટીમને ત્યાં ભારે માત્રામાં રોકડ મળી આવતા આ એક્શન લેવામાં આવી હોવાની ચર્ચા છે.માહિતી અનુસાર ફાયર બ્રિગેડના અધિકારીઓ જ્યારે આગ ઓલવવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને કેશનો ઢગલો મળી આવ્યો હતો. 


આ મામલે તાત્કાલિક સીજેઆઈના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમને કરાઇ હતી જેના બાદ યશવંત વર્માની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે આગની ઘટના બની ત્યારે યશવંત વર્મા શહેરમાં જ નહોતા. તેમના પરિવારના સભ્યોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. એટલા માટે રોકડનો ઢગલો સૌની સામે આવી ગયો હતો. આ મામલે રેકોર્ડબુકમાં પણ મોટી માત્રામાં રોકડ મળ્યાની એન્ટ્રી કરાઈ હતી.

Reporter: admin

Related Post