આજ ના આ ફાસ્ટ યુગ માં લોકો નું જીવન વ્યસ્ત થઇ ગયું છે , લોકો પાસે એટલો સમય નથી રહ્યો કે પોતાના માટે વધારાનો સમય કાઢી શકે . કોઈ જોબ કરતું હોઈ તો કોઈ બિઝનેસ કરતું હોઈ છે જેના એમનો મોટા ભાગ નો સમય નીકળી જાય છે , સાંજે જયારે ઘરે આવે તો થોડો સમય પરિવાર માં આપે કે મુવી જોવા માં સમય પસાર કરે છે , આ બધા માં લોકો પોતાના માટે નો સમય કાઢી નથી સકતા જેને લઇ જાતે દિવસ તેમને કોઈ ને કોઈ બીમારી આવી જાય છે .
આજ ના આ યુગ માં નાના નાના બાળકો ને કોઈ ને કોઈ બીમારી હોઈ છે , ઘર ના વડીલો ને રેગ્યુલર દવાઓ લેવાની હોઈ છે આ બધા નું કારણ પોતાના માટે ની નિષ્કાળજી છે ,
દરેક વ્યક્તિ એ દિવસ માં પોતાના માટે થોડો સમય ફાળવવો જોઈએ , દરેક વ્યક્તિ એ નિયમિત પોતાનું ચેકઅપ કરાવતું રેહવું જોઈએ જેથી એ લાંબી બીમારી માંથી બચી જાય . ઘણી વાર આપણાં શરીર માં નાની નાની તકલીફ પડતી હોઈ છે જેને અપને અનદેખી કરીએ છે જે જાતે દિવસ મોટી બીમારી નું સ્વરૂપ લે છે . જેનું દરેક વ્યક્તિ એ ધ્યાન રાખવું જોઈએ , આજકાલ નું જેનરેશન અલગ અલગ વ્યસન પર ચડી ગયુ છે જેને લઇ ને નાની વયે મોટી બીમારીઓ નો ભોગ બને છે , જેને લઇ લોકો જાગૃત રેહવું જોઈએ , વ્યસન કરવા થી માત્ર એક નહિ પરંતુ એ વ્યક્તિ નો આખો પરિવાર એની પાછળ ભોગ બને છે એ લોકો એ સમજવું જોઈએ . માટે દરેક વ્યક્તિ એ કોઈ પણ પ્રકાર ના વ્યસન કરવા થી દૂર રેહવું જોઈએ , નિયમિત પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ , ખોરાક માં ઘી અને દૂધ રેગ્યુલર લેવા જોઈએ જેથી શરીર માં કોઈ બીમારી પ્રવેશી ના સકૈં , ઈમ્યૂનિટી પાવર સારો રહે . દરેક વ્યક્તિ એ એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા પરિવાર ના ડાર્ક વ્યક્તિ નો રેગ્યુલર ડૉક્ટર પાસે જય ચેકઅપ્ કરાવો જોઈએ જેથી ડાયાબીટીશ , બ્લડપ્રેશર , કેંનશર , સાંધા ના અસહ્ય દુખાવા થી બચી શકો , સાથે અન્ય લોકો ને જાગૃત કરવા જોઈએ .
આપણા દેશ ના બાળકો દેશ નું ભવિસ્ય છે , માટે બાળકો ને વ્યસનમુક્ત બનાવા જાગૃત કરવા જોઈએ સાથે તેમને પૌષ્ટિક ખોરાક એવો જોઈએ .
Reporter: News Plus