News Portal...

Breaking News :

બસ અને ટ્રક વચ્ચે ભયાનકઅકસ્માત ૧૮ શ્રદ્ધાળુના મોત ૨૦ લોકો ઘાયલ

2025-07-29 10:01:23
બસ અને ટ્રક વચ્ચે ભયાનકઅકસ્માત ૧૮ શ્રદ્ધાળુના મોત ૨૦ લોકો ઘાયલ


દેવઘર: ઝારખંડના દેવઘર જિલ્લામાં આજે સવારે એક મોટો અકસ્માત  સર્જાયો હતો. દેવધર જિલ્લામાં  એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. 


આ અકસ્માતમાં ૧૮ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત ગોડ્ડા-દેવઘર મુખ્ય માર્ગ પર મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામુનિયા વળાંક પાસે થયો હતો.દુર્ઘટના આજે સવારે 5:30 વાગ્યે સર્જાઈ હતી.  માહિતી મળતાં જ મોહનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રિયરંજન પોલીસ ટીમ સાથે ત્યાં પહોંચ્યા અને બચાવ કામગીરી હાથ ધરી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા મોહનપુર સીએચસી મોકલવામાં આવ્યા.તમને જણાવી દઈએ કે દેવઘર, જેને વૈદ્યનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે, દર વર્ષે શ્રાવણ મહિનામાં, લાખો ભક્તો અહીં ભગવાન શિવની પૂજા કરવા અને પવિત્ર ગંગા જળ અર્પણ કરવા આવે છે. દેવઘરને દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે.


સીએમ હેમંત સોરેને અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આજે સવારે દેવઘરના મોહનપુર બ્લોકમાં જામુનિયા ચોક પાસે બસ અકસ્માતમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓના મોતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યની સાથે ઘાયલોને તબીબી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. બાબા વૈદ્યનાથ, અકસ્માતમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના આત્માને શાંતિ આપો અને શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપો.

Reporter: admin

Related Post