રાજ્યપાલ ડો. હરિ બાબુ કંભમપતિ, વિધાનસભાના સ્પિકર સુરમા પાધી અને મંત્રી સૂર્યવંશી સૂરજએ સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી

રાજપીપલા, શનિવાર:- ઓડિશાના માનનીય રાજ્યપાલ ડો. હરિ બાબુ કંભમપતિ એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાર્પણ કરી ભાવાંજલી અર્પી હતી. ઓડિશાના રાજ્યપાલ ડો. હરિ બાબુ કંભમપતિ, ઓડિશા વિધાનસભાના સ્પિકર સુરમા પાધી અને ઉચ્ચ શિક્ષણ, રમતગમત અને યુવા સેવાઓ અને ઓડિયા ભાષા, સાહિત્યના મંત્રી સૂર્યવંશી સૂરજ પણ જોડાયા હતાં.

તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વ્યુઇંગ ગેલેરી ખાતે પહોંચી સરદાર સરોવર ડેમ, સાતપૂડા અને વિંધ્યાચલની ગીરીમાળા વચ્ચેથી પસાર થતી નર્મદા નદી સહિત હરિયાળી કુદરતીનું વિહંગમ દ્રશ્ય નિહાળ્યું હતું. વૈશ્વિક પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલકને નજરે નિહાળી હતી. મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કર્યા હતા. પરિવાર સાથે પધારેલા રાજ્યપાલ ડો. હરિ બાબુ કંભમપતિ, વિધાનસભાના સ્પિકર સુરમા પાધી અને મંત્રી સૂર્યવંશી સૂરજએ આ મુલાકાત દરમિયાન SoU ના ગાઈડ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા.





Reporter:







