News Portal...

Breaking News :

શહેરમાં હોર્ડિંગ્સ માફિયાઓનું રાજ, પાલિકાના ભ્રષ્ટ શાસકોની સાંઠગાંઠ

2025-01-13 10:34:13
શહેરમાં હોર્ડિંગ્સ માફિયાઓનું રાજ, પાલિકાના ભ્રષ્ટ શાસકોની સાંઠગાંઠ


ઐતિહાસીક વડોદરા શહેર જ્યારથી ભ્રષ્ટ રાજનેતાઓ અને અધિકારીઓના હાથમાં ગયું છે ત્યારથી વડોદરાની વિરાસતને ઉધઇ લાગી ગઇ છે. ઉધઇ એક વાર લાગે એટલે જ્યાં સુધી તેનું સોલ્યુશન ના કરો ત્યાં સુધી ઉધઇ ધીમે ધીમે તમારા ફર્નીચરને કોતરી નાખે છે અને અત્યારે વડોદરા શહેરની હાલત એવી જ છે. 


સ્માર્ટ સિટી બનાવાના બણગાં ફૂકતા શાસકો અને અધિકારીઓ વડોદરાને શાંઘાઇ બનાવવા માગે છે પણ જરા શાંઘાઇ જઇને જુવો કે તમે શાંઘાઇની એકથી દસમાં પણ આવી શકો છો ખરા...અહી રસ્તાના ઠેકાણા નહી, ગટરના ઠેકાણા નહી, બ્રિજ બનાવ્યા તો તેના ઠેકાણા નહી, દર વર્ષે વિશ્વામિત્રીના પૂરનું જોખમ કે પછી અન્ય ઘણા એવા પ્રશ્નો...હવે અત્યારે સ્માર્ટ સિટીના આ શાસકો હોર્ડિંગ માફિયાને કાબુમાં પણ રાખી શકતા નથી. વડોદરા શહેરમાં એક આંટો મારજો તો ખબર પડશે કે વડોદરા શહેરની ઐતિહાસીક ઇમારતો અને ચાર રસ્તાઓ હોર્ડિંગ માફિયાઓ માટે મલાઇદાર બની ગયા છે. રીતસર તમને લાગે કે વડોદરામાં પાલિકાનું નહીં પણ હોર્ડિંગ માફિયાઓનું શાસન છે. તેમને કોઇની રોકટોક નથી. મન ફાવે ત્યારે ભ્રષ્ટ અધિકારીઓની પનેહમાં હોર્ડિંગ લગાવી દે છે. ઘણા સ્થળો પર ઐતિહાસીક ઇમારતો પણ ઢંકાઇ ગઇ છે. વડોદરાને શાંઘાઇ બનાવાની દોડમાં લાગેલા સ્માર્ટ શાસકો ખાનગી એજન્સીઓના વશમાં નથી. ખાનકી એજન્સીઓની મોટા પાસે કટકીમાં વડોદરા તેની વિરાસત ભુલી રહ્યું છે અથવા તો એમ કહો કે વડોદરા શહેરના લોકોને તેની વિરાસત ભુલવા પર મજબૂર કરાઇ રહ્યા છે. વડોદરામાં જ્યાં જ્યાં તમારી નજર ફરે ત્યાં દરેક ચાર રસ્તા પર CGDCR ના નિયમોનું સરેઆમ ઉલંઘન જોવા મળી રહ્યું છે.


નિયમો મુજબ વડોદરામાં શહેરના ચાર રસ્તા પર કોઇ પણ જગ્યા પર હોર્ડિંગ લગાવાય નહી પણ તમે દરેક ચાર રસ્તા પર હોર્ડિંગનો થથારો જોઇ શકશો. નવાઇની વાત એ છે કે વડોદરાના મ્યુનિસીપલ કમિશનર, મેયર અને શાસકો રોજ આ તમામ રસ્તાઓ પરથી પસાર થાય છે પણ તેમની ગાડીના કાચમાંથી આઅ હોર્ડિંગો દેખાતા નથી.શહેરમાં જેમ ભૂમમાફિયાઓનું રાજ છે તેમ હવે હોર્ડિંગ માફિયાઓનું રાજ છે. ભ્રષ્ટ અધિકારીઓના કારણે વગર પરમિશનને જોખમ લાયક હોર્ડિંગ્સનો અડિંગો જોવા મળે છે. ચાર રસ્તાઓ પર કાચા સ્ટ્રકચરના હોર્ડિંગ્સ ઉભા કરી દેવાયા છે જે ગમે ત્યારે સામાન્ય નાગરીકો માટે જોખમ બની શકે છે પણ શાસકોને તેની કોઇ પડી નથી. તેમને તો તેમના ખાનગી કોન્ટ્રાક્ટરો ખુશ થાય તેમાં જ રસ છે,વડોદરાની જનતાનું જે થવાનું હોય તે થાય પણ તેમના ખિસ્સા ભરાવા જોઇએ. વડોદરાનું તમે ચક્કર મારો તો ઐતિહાસીક સુરસાગર તળાવની ફરતે તમને હોર્ડિંગ્સ રાજ જોવા મળી શકે છે. માંડવીની ઐતિહાસીક ઇમારત પાસે હોર્ડિંગ્સ અને દરેક ચાર રસ્તા પર હોર્ડિંગ્સ....તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને લગાવાતા આ હોર્ડંગ્સ સામે કડક કાર્યવાહી નહી થાય કારણ કે તેમને આ અધિકારીઓ સાથે સાંઠગાંઠ છે. એક વાત ચોક્કસ જાણી લો કે જ્યા સુધી વડોદરાના શાસકો,અધિકારીઓ,પદાધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓના દિલમા પોતાના શહેર વડોદરાના વિકાસ ,હેરીટેજ ઇમારતોની સુંદરતા તથા વડોદરાનુ નામ રોશન થાય તે માટે  સાચી ભાવના પોતાના અંતર આત્મામાં અને  દિલમાપેદા નહિ થાય ત્યા સુધી વડોદરા સ્માટઁ પણ નહિ બને અને વિકાસ પણ નહિ થાય તે નક્કી છે અને આખે વડોદરાની ભોળી પ્રજાને બધુ સહન કરવુ પડશે

Reporter: admin

Related Post