11 સપ્ટેમ્બર, 2025ને ગુરુવારથી બારડોલીથી શરુ થતી યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરશે.
બારડોલી : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે અને સરદાર પટેલના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતમાં ઐતિહાસિક 1800 કિમીની “સરદાર સન્માન યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ 11 સપ્ટેમ્બર, 2025ને ગુરુવારથી બારડોલીથી શરુ થતી યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરશે. આ યાત્રા વિવિધ શહેરોમાં પહોંચશે જ્યાં પાટીદારો દ્વારા યાત્રાનો સ્વાગત કરવામાં આવશે.સરદાર સન્માન યાત્રાનું ભવ્ય આયોજન અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના અવિસ્મરણીય યોદ્ધા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પૂર્વે “સરદાર સન્માન યાત્રા”નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ યાત્રા 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર, બારડોલીથી પવિત્ર સોમનાથ ધામ સુધી, 12 દિવસની રહેશે. જે કુલ 1800 કિ.મી.નું અંતર કાપી 355 ગામોમાં જવાની છે.રાષ્ટ્રની એકતા માટે યાત્રા સરદાર સાહેબના સિદ્ધાંતો, દેશભક્તિ અને રાષ્ટ્રની એકતા માટેના યોગદાનથી પ્રેરણા લઇ, એકતાની તરફની આ યાત્રા છે. જેમાં દરેક ધર્મ, જ્ઞાતી, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સુત્રમાં બાંધવાનુ અમુલ્ય કાર્ય થવાનું છે.
Reporter: admin







