News Portal...

Breaking News :

અલકા સોસાયટી ગેરબાંધકામ પર હાઈકોર્ટનો કડક મનાઈ હુકમ

2025-12-12 11:11:33
અલકા સોસાયટી ગેરબાંધકામ પર હાઈકોર્ટનો કડક મનાઈ હુકમ

વડોદરામાં ગેરકાયદેસર બાંધકામ હાઈકોર્ટ દ્વારા રોકાયો”..
“અરજદારો, બાંધકામ પરવાનગી શાખાથી ન્યાય ન મળતાં, કોર્ટના દરવાજા ખખડાવવા મજબૂર થઇ રહ્યા છે.”...
વડોદરા મહાનગર સેવા સદનની રેહમ નજરે ચાલી રહેલા તદ્દન ગેરકાયદેસર બાંધકામ સામે અંતે હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.


અકોટા વિસ્તારમાં આવેલી અલકા સોસાયટીમાં લાંબા સમયથી સોસાયટીના નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલુ હતું. સોસાયટીના રહીશોએ સતત સેવા સદન સમક્ષ રજુઆતો કરી છતાં કોર્પોરેશને કોઈ સત્વર કાર્યવાહી ન કરતા, અંતે સોસાયટી દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.આ કેસ પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વિગતવાર આદેશ પારિત કરીને બાંધકામ પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. શહેરમાં વધતા ગેરકાયદેસર બાંધકામમાં આ મામલો સીધો હાઈકોર્ટ સુધી પહોંચતા અલકા સોસાયટીના રહીશો માટે આ નિર્ણય મોટી રાહતરૂપ સાબિત થયો છે.કોર્ટના અવલોકન મુજબ, પ્રતિવાદી તરફથી “થોડો સમય માટે આદેશ પર રોક” માગવામાં આવી હતી, પરંતુ અદાલતે તે નકારી કાઢતાં જણાવ્યું કે પ્રતિવાદી નં. 1 થી 4 દ્વારા કરવામાં આવતું બાંધકામ સોસાયટીના બાયલૉઝ અને વિકાસ પરવાનગીની શરતોના વિરુદ્ધ છે, તેથી આવી અરજી સ્વીકારી શકાય તેવી નથી.


અદાલતે વધુમાં ટિપ્પણી કરી હતી કે નીચલી બે અદાલતો દ્વારા આપાયેલા આદેશો મહત્વના પુરાવાઓ અને લાગુ પડતા કાનૂની સિદ્ધાંતોની અવગણના સાથે પસાર કરવામાં આવ્યા હતા. પરિણામરૂપ, હાઈકોર્ટે ભારતના બંધારણના કલમ 227 હેઠળના દેખરેખ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને તે આદેશોને રદ કર્યા.અદાલતે 8/8/2025ના રોજ વડોદરાના 11મા અધિક જિલ્લા ન્યાયાધીશ દ્વારા Misc. Civil Appeal No.16/2025માં એક્ઝિ.13 હેઠળ આપવામાં આવેલ આદેશ તેમજ 23/4/2025ના રોજ 4મા અધિક સિવિલ ન્યાયાધીશ દ્વારા Regular Civil Suit No.196/2024માં એક્ઝિ.5 હેઠળ આપવામાં આવેલ આદેશ — બન્નેને રદ કરીને બાજુએ મુક્યા છે. તેમજ અરજદાર–મૂળ વાદીની ઈન્ટિરિમ ઇન્જક્શન અરજી (Exh.5) મંજૂર કરવામાં આવી છે.અંતે અદાલતે સ્પષ્ટ કર્યું કે આ અવલોકનો માત્ર તાત્કાલિક ઇન્જક્શનના નિર્ણય માટે છે, અને ટ્રાયલ કોર્ટ મુખ્ય કેસનો નિર્ણય કાયદા મુજબ સ્વતંત્ર રીતે કરશે.હવે અરજદારો, ને બાંધકામ પરવાનગી શાખા ન્યાય નથી આપતી એટલે અરજદારો ને કોર્ટ દરવાજા ખખડાવા પડૅ છે.

Reporter: admin

Related Post