બેરૂત : હિઝબુલ્લાના સંઘર્ષ વચ્ચે હિઝબુલ્લાના વડા હસન નસરુલ્લા ઠાર મરાયા હોવાનો ખુદ ઈઝરાયલે જ આ વાતની પુષ્ટિ કરી છે.
ઈઝરાયલની સેનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને હસન નસરુલ્લા હવે કદી આ દુનિયાને નહિ ડરાવી શકે એવું લખ્યું છે. ઈઝરાયેલની સેનાએ લેબેનોનની રાજધાની બેરૂતમાં શુક્રવારે અનેક ટાર્ગેટ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં હિઝબુલ્લાના સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હવે ઈઝરાયેલની સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેના હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરુલ્લાહ અને હિઝબુલ્લાહના દક્ષિણી મોરચાના ચીફ અલી કરાકી અન્ય કમાન્ડરો સાથે માર્યા ગયા છે.
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે લક્ષ્ય બેરૂતના દક્ષિણ ઉપનગરમાં હિઝબોલ્લાહનું મુખ્ય મથક હતું, જે રહેણાંક ઈમારતોની નીચે ભૂગર્ભમાં આવેલું હતુંનસરુલ્લાને ઠાર કરનાર ઓપરેશનનું નામ ન્યૂ ઓર્ડર ઈઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે ટોચના હિઝબુલ્લાહ કમાન્ડર અન્ય સહયોગીઓ સાથે ઈઝરાયેલ પર હુમલાની યોજના બનાવી રહ્યો હતો, જ્યારે હુમલામાં નસરુલ્લાહ અને અન્ય ઘણા ટોચના હિઝબુલ્લા કમાન્ડર માર્યા ગયા હતા. આ પહેલા ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના મિસાઈલ યુનિટના વડા મોહમ્મદ અલી ઈસ્માઈલ અને તેમના નાયબ હુસૈન અહેમદ ઈસ્માઈલના મોતના સમાચાર હતા. આ ઉપરાંત હસન નસરાલ્લાની પુત્રી ઝૈનબ નસરાલ્લાનું પણ મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. લેબનોનમાં તાજેતરના હુમલામાં હિઝબુલ્લાહના મિસાઇલ અને રોકેટ ફોર્સ ચીફ મોહમ્મદ કબીસી પણ અન્ય કેટલાક ટોચના કમાન્ડરો સાથે માર્યા ગયા હતા.
Reporter: admin