વડોદરા : ઉત્તરાયણમાં પાડોશીમાં રહેતા છોકરાએ છોકરીને જબરજસ્તી ફિરકો પકડવાનું કહેતા પીડિતાએ તેના ભાઈને કહેતા છોકરાએ પીડિતા સાથે બોલાચાલી કરતા ૧૮૧ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.
૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ આવ્યો હતો કે, એક છોકરો મારા ટેરેસ પર આવીને જબરજસ્તી મને ફિરકો પકડાવીને બોલાચાલી કરે છે. અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી પીડિતાનું કાઉન્સિલિંગ કરતા તે જણાવે છે કે, છોકરો પાડોશમાં રહે છે, જે અમારા ટેરેશ પર આવ્યો અને મને કીધું કે હું પતંગ ચકાવું છું, તું મારી પતંગનો ફિરકો પકડ. મેં મારાં ભાઈને કીધું તો મારી જોડે એ બોલાચાલી કરવા લાગ્યો અને ધમકી આપવા લાગ્યો.
Reporter: admin







