ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા દર્શાવવામાં આવી છે. જેની ગુજરાત, ઓડિશા અને મહારાષ્ટ્ર પર પણ અસર થશે. 22મી મેના રોજ લો પ્રેશર, જ્યારે 24મી મેના રોજ ડિપ્રેશનની આગાહી કરવામાં આવી છે, જે વાવાઝોડામાં ફેરવાઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 22મી મેના આસપાસ લો પ્રેસર સર્જાવાની અને તે ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે અને 24મી દરમિયાન બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાના આરંભ પહેલા પણ વાવાઝોડાની શક્યતા વધારે રહેતી હોય છે, ત્યારે જો આ વાવાઝોડુ શક્તિશાળી બને અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27મી મે દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધવાની આગાહી પણ કરી છે.
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આ કમોસમી વરસાદી કહેર વર્તવાનું શરૂ થયું ત્યારે ખેડૂતોના તૈયાર થયેલ પાકો બાજરો તલમાં પણ નુકસાની થયું છે. આ ઉપરાંત બાગાયતી ખેતીના પાકોમાં પણ ભારે નુકશાન થયું છે. કેરીના બગીચા ધરાવતા ખેડૂતોના અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને આંબા ઉપર લાગેલી કેરી પણ જમીન દોસ્ત થઈ હતી. વરસાદ સાથે પવનના લીધે ડાંગાવદર ગામમાં ઘણું નુકસાન થયું છે.
Reporter: News Plus