News Portal...

Breaking News :

સેવન્થ ડે સ્કૂલ ખાતે ભારે પોલીસ બંદોબસ્ત

2025-08-21 09:42:08
સેવન્થ ડે સ્કૂલ ખાતે ભારે પોલીસ બંદોબસ્ત


અમદાવાદ: ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. 


જો કે, બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને ભારે તોડફોડ પણ કરી હતી. 

શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ ગઈકાલે ભારે હોબાળો 
અમદાવાદના ખોખરાની સેવન ડે શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ ગઈકાલે ભારે હોબાળો થયો હતો.જે બાદ આજે સેવન્થ ડે સ્કૂલ ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ અને શહેર પોલીસની અનેક ગાડીઓ સ્કૂલ પરિસરમાં તૈનાત કરાઈ છે.


મોટી સંખ્યામાં પોલીસ જવાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા મોટી સંખ્યામાં પોલીસ જવાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે, જેમાં મહિલા પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. સેવન ડે સ્કૂલની આસપાસની તમામ શાળાઓમાં પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે.આજે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

Reporter: admin

Related Post