News Portal...

Breaking News :

વડોદરા જિલ્લામાં તા. ૧૭થી ગાંધી જયંતી સુધી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન ચલાવાશે

2025-09-15 18:04:56
વડોદરા જિલ્લામાં તા. ૧૭થી ગાંધી જયંતી સુધી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન ચલાવાશે


આ અભિયાન દરમિયાન આરોગ્ય ચકાસણી, પોષણ જાગૃતિ અને જનભાગીદારી કાર્યક્રમો યોજાશે 


વડોદરા જિલ્લામાં આગામી તા. ૧૭થી ગાંધી જયંતી સુધી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન ચાલવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્ય ચકાસણી શિબિરો, પોષણ જાગૃતિ કાર્યક્રમો યોજવાનું આરોગ્ય વિભાગ દ્વારા આયોજન ઘડવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આયોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, આ અભિયાન દરમિયાન મહિલાઓ માટે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, મોઢાના, સ્તન તથા સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવશે. ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ ચકાસણી સાથે રસીકરણ, પોષણની સ્થિતિનું મૂલ્યાંકન, ટીબી અને સિકલ સેલ એનીમિયા સ્ક્રીનિંગ તથા પરામર્શની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. સાથે સાથે ટેલિમેડિસિન સેવાઓ વડે ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને પણ આરોગ્ય માર્ગદર્શન મળશે.માતૃ અને શિશુ સુરક્ષા કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ નોંધણી, આયુષ્માન ભારત કાર્ડ અને સિકલ સેલ કાર્ડ જેવી સુવિધાઓ વડોદરા જિલ્લાના લાભાર્થીઓ સુધી પહોંચાડાશે. 

પોષણ ટ્રેકર એપ્લિકેશનનો ઉપયોગ પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે મીઠું અને ખાંડના સેવનમાં ઘટાડો, સ્થાનિક અને પરંપરાગત આહારનો વધારો, સમતોલ પોષણ અંગે જાગૃતિ તથા માનસિક આરોગ્ય પર માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત, ટેક હોમ રેશનનું વિતરણ કરીને ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને લાભ આપવામાં આવશે.વડોદરા જિલ્લામાં આ અભિયાનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા સ્વયંસેવક શિબિરો, પરિવાર નિયોજન અંગે જાગૃતિ કાર્યક્રમો તથા આંગણવાડી નોંધણીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે.તેમણે કહ્યું કે, સ્વસ્થ નારી જ સશક્ત પરિવારનું આધારસ્તંભ છે. વડોદરા જિલ્લાના દરેક ગામ તથા શહેર વિસ્તારમાં આ અભિયાન સફળ બનાવવા તંત્ર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ અને બાળકો આ અભિયાનનો લાભ લેવા નજીકના આયુષ્માન આરોગ્ય કેન્દ્ર, સામુહિક કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરી શકાશે.

Reporter: admin

Related Post