શહેરના નવલખી મેદાનમાં રાતના સમયે બેસેલા યુગલને ધમકાવીને યુવકની બેરહેમીથી પીટાઈ કરીને ટુ વ્હિલર સળગાવી દેવાની ઘટના ગત ૬ઠ્ઠી નવેમ્બરના રોજ બની હતી. આ ઘટનાને અંજામ આપનારા રાવપુરા પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ તેમજ તેમના ભાણેજ અને મિત્રની ધરપકડ કરવામાં આવી હતી.
બનાવ સબંધિત ખાતાકીય તપાસના અંતે હેડ કૉન્સ્ટેબલને ફરજ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ડભોઈ તાલુકાના કુંઢેલા પાસેના મહંમદપુરા ગામમાં રહેતો સર્ફરાજ ગફુર ગરાસિયા (ઉ. વ.૨૨) નવાપુરા વિસ્તારની એક ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે ગુરુવારે શેઠની ઍક્ટિવા લઈને રાતે ૮ વાગ્યાના અરસામાં ગર્લફ્રેન્ડ સાથે નવલખી કંપાઉન્ડમાં જયાં વી.વી.આઈ.પી. માટે બનાવાયેલા હેલિપેડના સ્થળ પાસે બેઠો હતો. રાતે ૮-૪૫ વાગે એક મોટર સાઈકલ ઉપર સાદા ગણવેશમાં ત્રણ શખસો આવ્યા હતા. આ પૈકીના એક શખસે પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું હતું બાઈક ઉપર પોલીસવાળાની જેમ આડો ડંડો લટકાવેલો હતો.
આ શખસે લાઈસન્સ અને આર. સી.બુક માગી હતી અને ત્રણે જણાંએ યુવતીની હાજરીમાં સર્ફરાજની પીટાઈ શરૂ કરી હતી.ટુ વ્હિલર સળગાવી મુક્યું હતું. રાવપુરા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે હે.કૉ. નિલેશ વનરાજ બારૈયા (રહે, ભૂતડીઝાંપા પોલીસ લાઈન), તેનો ભાણેજ ભૌતિક વલ્લભ ભીલ અને ભાણેજના મિત્ર ચતુર બળુ બારૈયા (બંને રહે, નઈપ, મહુવા, ભાવનગર)ની ધરપકડ કરી હતી. ખાતાકીય તપાસના અંતે હેડ કૉન્સ્ટેબલ નિલેશ બારૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Reporter: admin







