News Portal...

Breaking News :

ચૈતર વસાવાના કાર્યાલયે ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશાની હાલતમાં લઘુ શંકા કરી

2024-06-12 11:33:06
ચૈતર વસાવાના કાર્યાલયે ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશાની હાલતમાં લઘુ શંકા કરી


ડેડિયાપાડા : ગુજરાતમાં દારૂ બંધીના અમલના દવાઓ કરવામાં આવી રહય છે, ત્યારે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાના વિધાનસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય નજીક એક ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હોબાળો મચાવ્યો હતો. ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચિક્કાર નશામાં ચૈતર વસાવાના કાર્યાલયના શટર પર લઘુશંકા કરી ગાળો બોલતો હોવાનો આરોપ છે, આ અંગે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવામાં આવી છે.



આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિધાનસભ્ય ચૈતર વસાવા પણ ડેડિયાપાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજપીપળાનું રાજકરણ ગરમાયું છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ચૈતર વસાવાના સહયોગી જગદીશ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ એકતાનગર ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવાએ ગતરાત્રે ડેડિયાપાડાના લીમડાચોક વિસ્તારમાં આવેલા ચૈતર વસાવાના કાર્યાલયે ચિક્કાર નશાની હાલતમાં પેશાબ કરી ચૈતર વસાવા અને તેમનાં પરિવારજનોને બિભત્સ શબ્દો કહ્યા હતા. લોકો એકઠા એકઠા થઇ જતા કોન્સ્ટેબલ ત્યાંથી ભાગવા લાગ્યો હતો.



આ સમગ્ર બાબતે ડેડિયાપાડા પોલીસને જાણ કરતાં પોલીસે નશામાં ધૂત પ્રદીપ વસાવાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. પ્રદીપ અમરસિંહ વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકમાં પણ બુમો પાડી હતી. પોલીસે તેને કાબૂમાં લઈ જેલહવાલે કર્યો હતો.


Reporter: News Plus

Related Post