News Portal...

Breaking News :

વિઘ્ન સંતોષી લોકો હવે પોતાનો રોટલો શેકવાના ઇરાદે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા

2025-04-08 18:10:17
વિઘ્ન સંતોષી લોકો હવે પોતાનો રોટલો શેકવાના ઇરાદે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા


વડોદરા : મુસ્લિમોની તરફેણમાં સુધારા બિલ ભારે હોબાળા બાદ કાયદો બની ગયા બાદ અનેક વિઘ્ન સંતોષી લોકો હવે પોતાનો રોટલો શેકવાના ઇરાદે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે પરંતુ ત્યાં પણ શક્ય છે કે તેમનું કાંઈ ઉપજશે નહીં તેમ વડોદરાના ગોત્રી ખાતે ઇસ્કોન મંદિર મેદાનમાં ઉપસ્થિત સાધુ સંતો અને મહંતોએ વકફ બિલને સમર્થન આપતા જણાવ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે વકફના જુના કાયદામાં અનેક ક્ષતિઓ હતી. પરિણામે કેન્દ્ર સરકારે સંસદમાં વકફ સુધારા બિલ તાજેતરમાં રજૂ કર્યું હતું. બહુમતીથી સુધારા બિલ પસાર થયું હતું અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરીની મહોર પણ વાગી ગયા બાદ કેટલાક પોતાનો રોટલો શેકવા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. 


દરમિયાન વડોદરામાં ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરના મેદાનમાં ઉપસ્થિત સાધુ સંતો અને મહંતોએ આજે બિલના સમર્થન આપીને ઉપસ્થિત લોકોને વકફ સુધારા બિલ મુદ્દે સમજ આપી હતી. આ સુધારા બિલ મુસ્લિમોના સમર્થન હોવાનું પણ સંતોએ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post