ગાંધીનગર : ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 ના બીજા માળે ફાળવવામાં આવેલી ચેમ્બરમાં હર્ષભાઇ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો.
પૂજા વિધિ કર્યા બાદ તેમણે પદભાર ગ્રહણ કર્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ચાર્જ સંભાળતા પહેલાં તેમણે ઉપસ્થિત લોકોને સંબોધીને કહ્યું હતું કે, "એક મંત્ર એવો બોલો કે અહીંયા આવનારા દરેકના કામ થઇ જાય", જેનાથી લોકોમાં તેમના કામ પ્રત્યેની સકારાત્મકતા અને પ્રતિબદ્ધતાની લાગણી જન્મી હતી.ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં સરકારમાં મોટા ફેરફાર થયા. જ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરબદલ કર્યું. ગઇ કાલે શુક્રવારના રોજ ગાંધીનગરના ભવ્ય મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં નવા મંત્રીઓએ હોદ્દા અને ગોપનિયતાના શપથ લીધા. જ્યારે આજે તેઓ પદભાર સંભાળ્યો હતો.
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ સ્વરૂપજી ઠાકોર આજે તેમના ગૃહ જિલ્લા બનાસકાંઠા અને વાવ-થરાદની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે. પ્રવાસની શરૂઆત કરતા પહેલા તેમણે પોતાના પરિવાર સાથે મોં મીઠું કરી, ઇષ્ટદેવોની પૂજા-અર્ચના કરી હતી અને પિતાજીના આશીર્વાદ લીધા હતા. એક વાતચીતમાં સ્વરૂપજી ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, "હું પક્ષ અને મતદારોના ભરોસા ઉપર ચોક્કસ ખરો ઉતરીશ અને તમામના પ્રશ્નો હલ કરીશ." પ્રવાસ કાર્યક્રમ મુજબ, તેઓ બપોરે 12:00 વાગ્યે બનાસકાંઠા ભાજપના કમલમ કાર્યાલય ખાતે પહોંચશે. ત્યારબાદ બપોર પછી વાવ-થરાદ જિલ્લાના નાના કાપરા ગામે રઘુનાથ આશ્રમ અને લાખણીના ગેળા ગામે શ્રીફળિયા હનુમાનના મંદિરે દર્શન કરશે.
Reporter:







