મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ભૂલ
હરણી બોટકાંડના પીડિતોને ન્યાય મળે તેવું ખરેખર કોઇ ઇચ્છતું જ નથી.પીડિતોને રીતસર સરકારી વિભાગો દ્વારા હેરાન પરેશાન કરાઇ રહ્યા છે.

કોર્પોરેશન અને વડોદરા પોલીસ તો હેરાન કરે જ છે તે જગજાહેર છે પણ હવે વડોદરાના મામલતદાર પણ હરણી બોટકાંડના પીડિતોને હેરાન પરેશાન કરવા આગળ આવ્યા છે. મામલતદારે રાજા રાણ તળાવની આસપાસ રહેતા રહિશોને નોટિસ આપી દંડનિય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે, આ જ સ્થળે હરણી બોટકાંડની પીડિત મહિલા રોશની શિંદે અને તેમનો પરિવાર રહે છે. મામલતદારે જે નોટિસ આપી છે તેમાં આ વિસ્તારના રહીશોને જણાવાયું છે કે સરકારી સદરના સર્વે નંબર 849 વાળી સરકારી જમીનમાં સામાવાળાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ દબાણ કરાયું હોવાની હકિકત બહાર આવી છે. જેથી તપાસના કામે આ દબાણ અંગે 19 તારીખે બપોરે 3 વાગે નર્મદા ભવન મામલતદાર કચેરી વડોદરા શહેર (પુર્વ) ખાતે હાજર રહેવું .
આ નોટિસ આ વિસ્તારના રહીશો ને અપાઇ છે જેમાં પીડિત રોશની શિંદે નો પણ સમાવેશ થાય છે.પોતાના સંતાનો ગુમાવનારા આ પરિવારને એવી ક્યાં ખબર હતી કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની આટલી મોટી સજા મળશે. તેઓ તો તેમને દોઢ વર્ષથી ન્યાય નથી મળતો તેથી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમની રજૂઆત સ્થાનિક ધારાસભ્ય કે નેતાઓએ ના સાંભળી એટલે તેમને છેક મુખ્યમંત્રી સુધી જવું પડ્યું હતું પણ આ નેતાઓ એટલા નિર્દય બન્યા કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ભૂલ બદલ પીડિતોનો આશરો છીનવાઈ રહ્યો છે. વડોદરાની જનતા હરણી બોટ કાંડ ના પીડિતોને જે રીતે ન્યાય મેળવવા માટે હેરાન કરાવી રહ્યા છે તે જોઈ રહી છે અને પ્રજા અને ભગવાન પીડિતોને હેરાન કરનારને ક્યારેય માફ નહીં કરે કે ચોક્કસ વાત છે. દુશ્મન પણ આવું કૃત્ય ના કરી શકે તેવું કૃત્ય આજના શાસકોએ કર્યું છે તે ચોક્કસ છે
Reporter: admin