હનુમાન દાદાની જયંતી નિમિતે દર વર્ષની જેમ આ વખતે પણ અંજેસર ગામે આયોજક અંકિત પટેલ દ્વારા હનુમાન જયંતિ નિમિતે હનુમાન યાગ અને મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું.

અંજેસર ગામે યોજાયેલ હનુમાન જયંતી નિમિતે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયક અપેક્ષા પંડ્યા અને ધ્રુવી શાહ જેવા નામાંકીત કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો લોકડાયરામાં હજારોની સંખ્યામાં ગ્રામજનો અને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું

અપેક્ષા પંડ્યા દ્વારા ભજનો ,ગુજરાતી ગઝલોની રમઝટ બોલાવી. ડાયરા માં આવેલા મહેમાનોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો જેં નો ઉપયોગ અંજેસર ગામના સ્મશાન માટે ઉપયોગમાં લેવાશે તેવું આયોજક અંકિત પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું

Reporter: admin







