વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પએ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં ચાલી રહેલા લાંબા યુદ્ધનો અંત આણવાની જાહેરાત કરી દીધી છે.
તેમણે મધ્યપૂર્વમાં ઈજિપ્તની મુલાકાત પહેલા જ જાહેરાત કરી દીધી કે ઈઝરાયલ અને હમાસ હવે ટૂંક સમયમાં કેદીઓની આપ લે કરશે. ટ્રમ્પે કહ્યું કે અમે બધાને ખુશી મળે તેવું કરીશું. બધા ખુશ છે અને ભલે પછી તે યહૂદી હોય કે મુસ્લિમ હોય કે અરબ દેશો હોય. ઈઝરાયલ બાદ હું ઈજિપ્ત જઈશ અને તમામ શક્તિશાળી તથા મોટા દેશો, ધનિક દેશો અને અન્ય દેશોના નેતાઓ સાથે મુાલકાત કરીશું અને આ તમામ લોકો આ સમજૂતિમાં સામેલ થશે.
શું તમને વિશ્વાસ છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની સમજૂતિ કાયમ રહેશે? આ સવાલનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે મને લાગે છે કે આ કાયમ રહેશે. તેના અનેક કારણો છે. મને લાગે છે તેનાથી લોકો થાકી ગયા છે.
Reporter: admin







