સંખેડા તાલુકાના બહાદરપુર ગામે હાટ બજારથી સ્થાનિક વેપાર-ધંધાને ઓક્સિજન મળ્યો.ભાંગી પડેલા સ્થાનિક બજારને હાટ બજારનો બુસ્ટર ડોઝ મળતા વેપારી આલમમાં પણ આનંદની લાગણી ફેલાઇ. સંખેડા તાલુકાના બહાદરપુર ગામે તા.13 એપ્રિલે ચોથી હાટ બજાર ભરાઈ છે.સવારથી બહારના વેપારીઓ ગામમાં આવવાના શરૂ થયા હતા.આ હાટ બજારમાં ઘરમાં ઉપયોગી મોટાભાગની વસ્તુઓનું વેચાણ થવાનું શરૂ થયું છે.બુટ-ચંપલ,કટલરી વસ્તુઓ,કપડા,શાકભાજી, રમકડા, લોખંડની ચીજવસ્તુ,મરી મસાલા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે.
બહાદરપુર હાટ બજારનો પ્રચાર-પ્રસાર થતા આસપાસના 25થી વધુ ગામનો લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે અહીંયા ઉમટવા લાગ્યા છે.જેના કારણે સ્થાનિક વેપારીઓને પણ તેમના વેપાર-ધંધામા ફાયદો થયો છે.સ્થાનિક બજાર પડી ભાંગ્યું હતું.બહારના ઘરાકો બહાદરપુર આવતા જ નહોતા.જેથી વેપાર ધંધાને અસર પડી હતી.જેથી ગામના કેટલાક વેપારીઓએ ભેગા મળીને હાટ બજાર શરૂ કરવાનું નક્કી કરી તેનો અમલ પણ શરૂ કર્યો.જેના મીઠા ફળ ચોથી હાટ બજારમાં વેપારીઓને ચાખવા મળ્યા છે.
25થી વધુ ગામ-વસાહતમાંથી લોકો અહીંયા આવતા થયા હાટ બજારના કારણે ગામમાં નવી ખાણીપીણીની લારીઓ શરૂ થઈ જે માત્ર શનિવારે જ નહીં પણ રોજ જ ખુલતી થઈ છે. બહારથી આવતા લોકોને પણ ખબર પડી છે કે બહાદરપુરમાં પણ બધી વસ્તુઓ મળે છે.25થી વધુ ગામ-વસા હતમાંથી લોકો અહીંયા આવતા થ યા છે.
Reporter: