અઝુલ’ એક energetic ડાન્સ ગીત છે. ગુરુ રંધાવાએ પોતાના ખાસ પંજાબી અંદાજ અને શક્તિશાળી અવાજથી આ ગીતને ખાસ બનાવ્યું છે. અંશિકા પાંડે, જે એક કોલેજ સ્ટુડન્ટ છે, તેણે ગીતમાં નવા ઊર્જા સાથે ડાન્સ કર્યો છે.
ગુરુએ અંશિકાને ત્યારે પસંદ કરી હતી જ્યારે તેણે ‘કતલ’ અને ‘સિરા’ જેવા ગીતો પર ડાન્સ કરતી વિડિયો પોસ્ટ કર્યા હતા. ગુરુએ તેનો ડાન્સ જોઈને તેના સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને પછી બંનેએ મળીને આ ગીત બનાવ્યું. યશે આ ગીતના ડાન્સ સ્ટેપ્સ કોરિયોગ્રાફ કર્યા છે.આજકાલ નવા લોકો માટે તક મળવી મુશ્કેલ હોય છે, ત્યારે ગુરુએ અંશિકાને ‘અઝૂલ’ માટે મોકો આપીને સારું કામ કર્યું છે. આ સાબિત કરે છે કે જો યોગ્ય તક મળે તો નવા લોકો પણ કંઇક ખાસ કરી શકે છે.
અઝુલ’ના ડાન્સ સ્ટેપ્સ સરળ અને મજેદાર છે. પહેલાના ગીતો જેવી જેમ ‘કતલ’ અને ‘સિરા’ લોકોએ ખુબ પસંદ કર્યા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, તેવી જ આશા ‘અઝૂલ’ માટે પણ છે.ગુરુ રંધાવા સતત નવા હિટ ગીતો આપી રહ્યાં છે. તેમના ‘વિધાઉટ પ્રેજુડિસ’ એલ્બમમાં ‘કતલ’, ‘સિરા’ અને ‘કિઠે વસદે ને’ જેવા ગીતો છે. ગુરુના ગીતો energetic હોય છે અને લોકોના દિલમાં ઊતરી જાય છે, તેથી તેઓ આજે પણ મ્યૂઝિક દુનિયામાં ટોપ પર છે.
Reporter: admin







