અમદાવાદ : IPL 2025ની નવમી મેચમાં 2022ના ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 5 વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે એકબીજા સામે ટકરાશે.

આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. એને લઈ મુંબઈની ટીમ અમદાવાદ પહોંચી હતી. હાર્દિક પંડ્યા સાથે ગુજરાતી કલાકાર જિજ્ઞેશ કવિરાજે ગઈકાલે રાતે ITC નર્મદા ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.29 માર્ચે અમદાવાદમાં ગુજરાત અને મુંબઈ એકબીજા સામે ટકરાશે. બંને ટીમો હાલ અમદાવાદમાં છે અને તેઓ પોતાની મેચ માટે પ્રેક્ટિસ કરી રહ્યાં છે. ગત રાત્રિએ ગુજરાતી કલાકાર જિજ્ઞેશ કવિરાજ પોતાના પરિવાર સાથે ITC નર્મદા પહોંચ્યા હતા અને હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરી હતી.

એ દરમિયાન હાર્દિકે ગુજરાતીમાં વાતો પણ કરી એકબીજાને ભેટ્યા હતા. એ બાદ બંનેએ instagramમાં એકબીજાને ફોલો કર્યા હતા અને મુલાકાતના ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.IPL 2025ની નવમી મેચમાં 2022ના ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 5 વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે એકબીજા સામે ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાર્દિક પંડ્યા આ મુંબઈથી કમબેક કરશે. પ્રતિબંધને કારણે તે પહેલી મેચ રમી શક્યો નહોતો. 2022માં હાર્દિકની કેપ્ટનશિપમાં GT ચેમ્પિયન બન્યું હતું.
Reporter: admin







