News Portal...

Breaking News :

ગુજરાતનું હવામાન પલટાયું ગરમી મા રાહત

2024-05-28 13:18:17
ગુજરાતનું હવામાન પલટાયું ગરમી મા રાહત


ગુજરાતમાં ગરમીથી છુટકારો મળે તેવા અણસાર જોવા મળ્યા છે અને હવામાન વિભાગની આગાહી સામે આવી છે.આગાહી કરી છે કે,આજથી તપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થશે.જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે.                


ઉલ્લેખનીય છે કે, દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન રહેશે તો રાજ્યમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થશે.અત્રે જણાવીએ કે, અમદાવાદમાં 43.2,ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ત્યારે આગળના દિવસોમાં પણ બંને શહેરોમાં આટલું જ તાપમાન રહેવાની આગાહી કરાઈ છે.


ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેશે આગાહી મુજબ દરિયાઈ વિસ્તારમાં ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેશે તેમજ રાજ્યમાં પવનની ગતિ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે

Reporter: News Plus

Related Post