વડોદરા શહેર ની દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે ગુજરાત કિશાન સભા જીલ્લા કલેકટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં માવઠા મોસમ કારણે પાક નુકસાન થયું છે તેને લઈને રાહત પેકેજ જાહેર કરવામાં તેવી માંગ પોસ્ટર બેનર અને સાથે ભાજપ સરકાર હોશ મે આવો નારા સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

૨૫-ઓકટોબર રાત્રિથી શરૂ થયેલ માવઠાના વરસાદથી ખરીફ પાકોની નુકશાનીની સહાય આપવા તથા પાક ધીરાણ માફ કરવા કેન્દ્ર સરકાર સમક્ષ રાહત પેકેટ માંગવા અંગે.ગત તા.૨૫-ઓકટોબર, ૨૦૨૫ ની રાત્રિથી શરૂ થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બથી પડેલ કમોસમી માવઠાના ભારેથી અતિભારે વરસાદથી દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ તાલુકાઓમાં વરસાદ પડેલ છે. તેનાથી તૈયાર થઈ ગયેલ ખરીફ પાક મગફળી, સોયાબીન, ડાંગર, કઠોળ અને કપાસના પાકો નષ્ટ થઈ ગયા છે, કોહવાય ગયા છે અને ખેડૂતોએ ભારે મોંઘા ખર્ચ કરીને ખરીફ પાકના વાવેતર કરેલ આ પાકોને કમોસમી વરસાદથી ખેડૂતોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.

તેમના ઉપર આર્થિક મુશ્કેલીમાં ખૂબ મોટો વધારો થયો છે ખેત ધીરાણ અને લોન દ્વારા કરેલ ખેતી નિષ્ફળ જતાં ખેડૂતોને હજારો કરોડ રૂપિયાની નુકશાની થઈ છે. ત્યારે રાજય સરકારે તાત્કાલિક સર્વે કરી ખેતીની નુકશાનીનો અંદાજ મેળવી રાજય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પેકેજ જાહેર કરવા અમો ખેડૂતો માંગ કરીએ છીએ.કેન્દ્ર સરકાર સમક્ષ સમયસર માંગ કરી કેન્દ્ર સરકાર ગુજરાતના ખેડૂતોની નુકશાની અંગે ઉદારતાથી સહાય આપે, ખેડૂતોએ લીધેલ ખેત ધીરાણ માફ થાય તો જ ખેડૂતો રવિપાકનું વાવેતર કરી શકે તેવી સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરવા અમો ખેડૂતોની માંગ કરી રહ્યા છે.

Reporter: admin







