અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો ઇ-મેલ હાઇકોર્ટને કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. એ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ કરવામાં આવી હતી. હાઈકોર્ટને ત્રણ મહિનામાં ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જોકે હાઇકોર્ટમાં રાબેતા મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.આ પહેલાં 20 ઓગસ્ટ, 2025ના રોજ પણ હાઇકોર્ટને બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળી હતી. અગાઉ પણ 9 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
હાઈકોર્ટના ઇ-મેલ પર અજાણી વ્યક્તિએ ઇ-મેલ કર્યો હતો. એ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટમાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે રિસેસ બાદ હાઈકોર્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ વકીલોને પણ કોર્ટ છોડવા સૂચન કરાયું હતું.
Reporter: admin







