અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટૂંક સમયમાં જ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરે તેવી સંભાવના છે. મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાન આપવા માટે ગઈકાલે રાત્રે વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના વરિષ્ઠ નેતાઓ વચ્ચે લગભગ પાંચ કલાકની લાંબી મેરેથોન બેઠક યોજાઈ હતી.
ગ્રીન સિગ્નલ: ભાજપના હાઈ કમાન્ડે નવા મંત્રીઓની યાદીને મંજૂરી આપી દીધી છે અને મુખ્યમંત્રીને 'કાઉન્ટડાઉન' શરૂ કરવા માટે કહી દીધું છે.
જૂના-નવાનો સમન્વય: વર્તમાન કેબિનેટના લગભગ પાંચ મંત્રીઓને જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે.
કોંગ્રેસના 'આયાતી' નેતાઓને સ્થાન: ભાજપમાં જોડાયેલા બે થી ત્રણ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
મહિલા પ્રતિનિધિત્વ: બે મહિલા નેતાઓને મંત્રી તરીકે સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. (બિનસત્તાવાર અહેવાલ મુજબ રિવાબા, સંગીતા પાટીલ હોય શકે)મોટી જવાબદારી: હાલના વિધાનસભા અધ્યક્ષને કોઈ મહત્વપૂર્ણ પદ પર 'એલિવેશન' મળી શકે છે. (બિનસત્તાવાર અહેવાલ મુજબ ડેપ્યુટી સીએમ)પોર્ટફોલિયોમાં ફેરફાર: જે બે થી ત્રણ મંત્રીઓ તેમના પદ જાળવી રાખશે, તેમને આગામી વિસ્તરણમાં નવા ખાતાઓ સોંપવામાં આવે તેવી શક્યતા છે.કેબિનેટનું કદ: નવા મંત્રીમંડળમાં લગભગ ૨૦ થી ૨૩ સભ્યોનો સમાવેશ થાય તેવી અપેક્ષા છે.સ્પષ્ટ રોડમેપ: સરકાર અને પક્ષ સંગઠન બંને માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. પહેલા કેબિનેટમાં ફેરફાર જાહેર થશે અને ત્યારબાદ નવા સંગઠનાત્મક નિમણૂંકો કરવામાં આવશે.
પીએમનો સંદેશ: બેઠકમાં હાજર એક અગ્રણી સૂત્રએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીની ઈચ્છા છે કે નવા પદ સંભાળનાર તમામ ચહેરાઓ ગુજરાતની જનતા સાથે જોડાય અને પદ ગ્રહણ કર્યા બાદ તરત જ તેમને દિવાળીની શુભેચ્છાઓ પાઠવે.આ ફેરફારો દ્વારા ભાજપ હાઈકમાન્ડ આગામી ચૂંટણીઓ પહેલા સરકાર અને સંગઠનને મજબૂત બનાવવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલન જાળવવા માંગે છે.
Reporter: admin







