News Portal...

Breaking News :

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મેહતા (સોટ્ટા) સાથે ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મન્ચ પ્રમુખ મીનાબેન મેહતા

2024-07-31 17:35:58
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મેહતા (સોટ્ટા) સાથે ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મન્ચ પ્રમુખ મીનાબેન મેહતા


ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) સાથે ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃત્તિ મંચ પ્રમુખ મીનાબેન મહેતા એ પવિત્ર યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે અષાઢ વદ કામિકા એકાદશીના પાવન દિવસે દર્શન કરી આશીર્વાદ લીધા. 


કહેવાય છે કે 24 એકાદશીમાં આ એકાદશી જો કોઈ વ્યક્તિ કરે તો તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે.આ એકાદશીનુ વ્રત ધારણ કરનાર વ્યક્તિને કદાપી ભયંકર યમદુતના દર્શન નથી કરતો. તેની કદાપિ દુર્ગતિ થતી નથી તેમજ સ્વર્ગમાં જીવ સિધાવે છે. આપણા વેદોમાં આ એકાદશીનું મહત્વ દર્શાવેલું છે.  


એકાદશના આ પવિત્ર દિવસે ડભોઇ ધારાસભ્ય શૈલેષ મેહતા (સોટ્ટા) સાથે ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ પ્રમુખ મીનાબેન મેહતા એ પુજા અભિષેક આરતી કરી ધન્તા અનુભવી સાથે તેમણે સર્વ તમામ ભક્ત માટે શુભમંગલમય પ્રાર્થના કરી.

Reporter:

Related Post