News Portal...

Breaking News :

ડભોઈ તાલુકામા ખેતરોમાં વીજ થાંભલો ધરાશાયી થતા MGVCLની પ્રિમોન્સુન કામગીરીના દાવા પોકળ

2024-07-31 18:19:05
ડભોઈ તાલુકામા ખેતરોમાં વીજ થાંભલો ધરાશાયી થતા MGVCLની પ્રિમોન્સુન કામગીરીના દાવા પોકળ


ડભોઇ તાલુકાના mgvclના પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે ડભોઇ તાલુકાના સાત થી આઠ ગામોમાં કેટલીક જગ્યાએ થાંભલા નમી ગયા છે 


કેટલીક જગ્યાએ વાયરો નીચા થઈ ગયા છે અને કેટલીક જગ્યાએ વીજ વાયરો ઝાડ માં અટવાઈ ગયા છે જેને લઈને વારંવાર વિજ પુરવઠો ખોરવાઈ રહ્યું છે. જેને લઇ ગામના લોકોને પરેશાની થઈ રહી છે .આ બાબતે ગામના લોકો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામા આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. આ બાબતે ગામના લોકોએ આક્રોશ રજૂ કર્યો છે.ડભોઇ તાલુકા મા એમ.જી.વી.સી.એલ ના વિજ ધાંધીયા હંમેશ ની જેમ યથાવત છે. ચોમાસા પૂર્વે ડભોઈ શહેર તાલુકા મા અલગ અલગ ફીડરો માં કામગીરી ના નામે વિજ પુરવઠો બંધ કરી પ્રિમોન્સુન ની કામગીરી કરવામા આવી હોવાની ચર્ચા સાંભળવા મળી હતી.છતાં ડભોઇ તાલુકા મા ઘણી જગ્યા એ વિજ પોલ નમી પડયા છે. 


સાથે સાથે કેટલાક વિજ પોલ ઉપર વેલ ઉઘી નીકળેલી જોવા મળે છે. ડભોઈ તાલુકા ના પારીખા થી મોટા હબીપુરા સીતપુર ચનવાડા ધરમપુરી નવી માંગરોળ વચ્ચે ખેડૂતોના ખેતર માં જ વિજ પોલ નમી પડયા છે. જેને લઇ કોઈ જાનહાની થાય તો જવાબદારી કોની ? ડભોઈ એમ.જી.વી.સી.એલ ને જાણે કાયમ વિવાદ મા રહેવાની ટેવ હોય એવુ લાગી રહયુ છે. એમ.જી.વી.સી.એલ દ્વારા આવા જોખમકારક વીજ પોલ ને વ્યવસ્થિત કરવા ની કામગીરી ક્યારે થશે એ જોવું રહ્યું કે પછી કોઈ મોટી હોનારાત થાય તેની રાહ જોઈ રહ્યું છે ? તેમ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું હતું.

Reporter:

Related Post