News Portal...

Breaking News :

ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ: 7 આરોપીઓની ધરપકડ કરી છે.

2025-07-15 17:08:02
ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ: 7 આરોપીઓની ધરપકડ કરી છે.


અમદાવાદ : ગુજરાત એટીએસને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, જેમાંથી 7 આરોપીઓની ધરપકડ કરી છે. 


આ તમામ આરોપીઓમાં કોઈ જીમ તો કોઈ ફેક્ટરી ચલાવે છે અથવા તો કોઈ નાનો-મોટો વેપાર કરે છે. આ 7 આરોપીઓએ ઉત્તર પ્રદેશના ઇટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા છે અને 5 થી 7 લાખ ચૂકવીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા છે. આ પકડાયેલા 7 શખસો પાસેથી 3 રિવોલ્વર તથા તેના 187 રાઉન્ડસ અને 4 પિસ્ટોલ તથા તેના 98 રાઉન્ડસ મળી કુલ 7 હથિયાર સાથે 285 રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે. 


તપાસના આધારે ATSએ કુલ જેમાં મુકેશસિંહ હુકમસિંહ ચૌહાણ, અભિષેક રાજદેવ ત્રિવેદી, વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ, રાજેન્દ્રસિંહ લક્ષ્‍મણસિંહ સાંખલા, અજય ભુરેસિંહ સેંગર, શોલેસિંહ રામબાબુસિંહ સેંગર અને વિજયસિંહ ભૂરેસિંહ સેંગરનો સમાવેશ થાય છે. આ વિશે ATS ના DYSP એસ એલ ચૌધરીએ વધુ વિગત આપી હતી.

Reporter: admin

Related Post