વડોદરામાં વડાપ્રધાનના બંદોબસ્તમાં ફરજ બજાવતા હોમગાર્ડનું હાર્ટ એટેકથી નિધન થતાં શોકનો માહોલ સર્જાયો. હોમગાર્ડ જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી.

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલા એક હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી નિધન થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કિશનવાડી વિસ્તારમાં ફરજ પર હાજર નીતેશ જારીયા નામના હોમગાર્ડ જવાન અચાનક ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ ઘટનાને પગલે નીતેશ જારીયાના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. તેમનો મૃતદેહ તેમના નિવાસસ્થાન લક્ષ્મીપુરા ગામ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હોમગાર્ડ જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી.

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો pi સહિત સ્ટાફ પણ અંતિમયાત્રામાં જોડાયો હતો અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. નીતેશ જારીયાની અંતિમયાત્રામાં પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને વોર્ડ નંબર વન યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે પણ જોડાયા હતા. તેમણે પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખની આ ઘડીમાં તેમને હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ દુઃખદ ઘટનાથી સમગ્ર લક્ષ્મીપુરા ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે.



Reporter: admin