જીએસએફસી યુનિવર્સિટી દ્વારા ત્રીજી વાર્ષિક એથ્લેટિક્સ મીટનું સફળ આયોજન વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું.
આ એથ્લેટિક્સ મીટ નો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં તંદુરસ્તી, ટીમ વર્ક અને ખેલભાવનાને પ્રોત્સાહિત કરવા માટેનો છે આ એથ્લેટિક્સ મીટ મા કુલ ૧,૩૨૬ ખેલાડીઓ — જેમાં ૮૩૦ પુરૂષ અને ૪૯૬ મહિલા ભાગીદારોએ વિવિધ ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેના દ્વારા જીએસએફસી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફની ખેલકૂદ ક્ષેત્ર માં પ્રતિભા અને ઉત્સાહનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું.
આ એથ્લેટિક્સ મીટનું ઉદ્ઘાટન જીએસએફસી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર જી. આર. સિન્હા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમાપન સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં જીએસએફસી યુનિવર્સિટીના પ્રેસિડન્ટ પી. કે. તનેજા, આઇ.એ.એસ. (નિવૃત) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ અને ટ્રોફી વડે સન્માનિત કર્યા હતા।યુનિવર્સિટીના તમામ શિક્ષણ તથા બિનશૈક્ષણિક સ્ટાફના સભ્યો કાર્યક્રમ દરમિયાન હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
Reporter: admin







