News Portal...

Breaking News :

GSFC યુનિવર્સિટીએ ગરુડા એરોસ્પેસ પ્રા. લિ ,ચેન્નાઈ સાથે ડ્રોન ટેક્નોલોજી ના વિકાસ અર્થે એમઓયુ કર્યું

2024-05-17 19:07:05
GSFC યુનિવર્સિટીએ ગરુડા એરોસ્પેસ પ્રા. લિ ,ચેન્નાઈ સાથે ડ્રોન ટેક્નોલોજી ના વિકાસ અર્થે  એમઓયુ કર્યું


GSFC યુનિવર્સિટી, વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં નવીન અને સંબંધિત શિક્ષણ દ્વારા સમાજના વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. યુનિવર્સિટી હાલમાં 27થી વધુ પ્રોગ્રામો ઓફર કરે છે જેમા સ્કૂલ ઓફ ટેકનોલોજી, સ્કૂલ ઓફ સાયન્સ, અને સ્કૂલ ઓફ  મેનેજમેન્ટ સ્ટડીઝ અને લિબરલ આર્ટ્સ  હેઠળ 2,100 થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરી રહ્યા છે.


વર્ષ 2021માં, GSFC યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ડ્રોન ટેક્નોલોજી દ્વારા કૃષિ અને સંબંધિત ક્ષેત્રોને વિકસિત કરવા માટે ડ્રોન વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. યુનિવર્સિટીએ સંશોધન અને વિકાસ માટે એડવાન્સ્ડ ડ્રોન લેબની સ્થાપના કરી હતી જ્યાં હાલમાં  વિદ્યાર્થી દ્વારા હીલિયમ બલૂન સાથે ડ્રોન, ઉપગ્રહ તરીકે ડ્રોન , મરીન ડ્રોન અને આગ સુરક્ષા તથા અન્ય ક્ષેત્રોમાં ડ્રોન એપ્લિકેશન્સ જેવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે GSFC યુનિવર્સિટીએ આજરોજ M/s ગરુડા એરોસ્પેસ પ્રા. લિ., ચેન્નાઈ  સાથે ડ્રોન ટેક્નોલોજી ના વિકાસ અર્થે  એમઓયુ કરવામાં આવ્યું . GSFC યુનિવર્સિટી તરફથી શ્રી બી બી ભાયાણિ, CEO, GUIITAR તથા ગરુડા એરોસ્પેસ પ્રા. લિ તરફથી ડો. વિજયકુમાર જોનસ, ચીફ ઓપરેટિંગ ઓફિસર દ્વારા શ્રી પી કે તનેજા , IAS (Retd.) , પ્રેસિડેન્ટ, GSFC યુનિવર્સિટી ની ઉપસ્તીથી માં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ પ્રસંગે પ્રોફેસર ડૉ જી આર સિન્હા , Provost , GSFC યુનિવર્સિટી તથા શ્રી આર બી પંચાલ, ડાઇરેક્ટર (એડમીન) ઉપસ્થિત રહ્યા.



ગરુડા એરોસ્પેસ પ્રા. લિ., ચેન્નઈ સ્થિત સ્ટાર્ટઅપ છે અને ઓછા ખર્ચે ડ્રોન સોલ્યુશન્સ તેમજ સંબંધિત સોફ્ટવેર અને એનાલિટીકલ ટૂલ્સ વિકસાવવામાં વિશેષતા ધરાવે છે. ગરુડા એરોસ્પેસે સેનિટાઈઝેશન, કૃષિ છંટકાવ, મેપિંગ, ડિલિવરી અને સર્વેલન્સ સહિત 50 થી વધુ વિવિધ એપ્લિકેશનો માટે ડ્રોન બનાવ્યા છે. તેઓ ભારતના અગ્રણી સાહસોમાંના એક છે અને એક માત્ર ડ્રોન કંપની છે જેણે નાના અને મધ્યમ કદના બંને ડ્રોનનું ઉત્પાદન કરવા માટેનું ડ્યુઅલ સર્ટિફિકેટ તેમજ આ શ્રેણીઓ માટે DGCA દ્વારા મંજૂર કરાયેલ ડ્રોન પાઇલટ લાઈસેન્સ ટ્રેનિંગ આપવાની સુવિધા પણ ધરાવે છે. આ ભાગીદારી નુ મુખ્ય લક્ષ્ય ડ્રોન ટેક્નોલોજીમાં સંશોધન અને વિકાસ, પ્રશિક્ષણ, સેવા અને માર્ગદર્શન આપવાનું છે. ભવિષ્યમાં, ગરુડા એરોસ્પેસ સાથે સંયુક્તરીતે ડ્રોન ટેકનોલોજીમાં ડિપ્લોમા અને ડિગ્રી કોર્સીઝ ચાલુ કરવામાં આવશે. GSFC યુનિવર્સિટી જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રશિક્ષણ, અને માર્ગદર્શન સેવાઓ તેના ફેકલ્ટી સભ્યો મારફતે પ્રદાન કરશે.

Reporter: News Plus

Related Post