News Portal...

Breaking News :

બ્રહ્માકુમારીનાં મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન

2025-04-08 12:54:03
બ્રહ્માકુમારીનાં મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન


અમદાવાદ : બ્રહ્માકુમારી સંસ્થા (આબુ રોડ)ના મુખ્ય વહીવટકર્તા 101 વર્ષના દાદી રતન મોહિનીનું સોમવારે રાત્રે 1.20 વાગ્યે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે.


સંસ્થાના પીઆરઓ બીકે કોમલે જણાવ્યું હતું કે દાદીના પાર્થિવ શરીરને મંગળવારે અમદાવાદથી આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયમાં લાવવામાં આવશે.જ્યાં મૃતદેહને અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવશે. સંસ્થાના અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં અંતિમ સંસ્કારની તારીખ જાહેર કરવામાં આવશે.દાદીનો જન્મ 25 માર્ચ 1925ના રોજ હૈદરાબાદ, સિંધ (હાલના પાકિસ્તાન)માં થયો હતો. તેમનું નામ લક્ષ્મી હતું. માત્ર 13 વર્ષની ઉંમરે તેઓ બ્રહ્માકુમારી સંસ્થાના સંપર્કમાં આવ્યાં. બાળપણથી જ આધ્યાત્મિકતામાં રસ ધરાવતા દાદીએ સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


દાદી રતન મોહિની તેમના જીવનના છેલ્લા દિવસો સુધી સક્રિય રહ્યાં. તેઓ બ્રહ્મમુહૂર્ત દરમિયાન દરરોજ સવારે 3.30 વાગ્યે ઊઠતાં અને રાત્રે 10 વાગ્યા સુધી દૈવી સેવાઓમાં વ્યસ્ત રહેતાં હતાં.તેમણે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો પ્રચાર કરવા માટે અનેક પદયાત્રાઓ કરી. 1985માં તેમણે 13 ટ્રેકિંગ કર્યા અને 2006માં તેમણે 31 હજાર કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી. કુલ મળીને તે 70 હજાર કિલોમીટરથી વધુ ચાલ્યાં.દાદી રતન મોહિની તેમના જીવનના છેલ્લા દિવસો સુધી સંસ્થાના કાર્યમાં વ્યસ્ત રહ્યા હતા.સંસ્થામાં બહેનોની તાલીમ અને નિયુક્તિનો કાર્યભાર પણ સંભાળ્યો હતો.સ્વ. રાજયોગિની દાદી રતન મોહિનીએ સંસ્થામાં આવતી બહેનોની તાલીમ અને નિમણૂકનો હવાલો પણ સંભાળ્યો હતો . બ્રહ્માકુમારી સંસ્થામાં સમર્પિત થતાં પહેલાં યુવાન બહેનોને દાદીના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી હતી.

Reporter: admin

Related Post