વડોદરા : ગણેશ ચતુર્થીના પાવન અવસર પર, ખંડુ પરિવારે ભવ્ય સ્વાગત યાત્રા કાઢી હતી. આ યાત્રાનો પ્રારંભ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરથી થયો, અને તેમાં અનેક ભક્તો જોડાયા હતા.

આ યાત્રાની વિશેષ વાત એ હતી કે તેમાં જાણીતા બગી અને બેન્જો બેન્ડ સાથે આગમન યાત્રા નીકળવામાં આવી હતી, જેઓએ પોતાના સંગીતથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. બેન્ડના સંગીતના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરથી શરૂ થયેલી આ યાત્રા રણછોડ રાય મંદિર તરફ આગળ વધી, ત્યારબાદ ખારીવાવ રોડ થઈને દાંડિયા બજારના નવદુર્ગા મંદિર ખાતે સમાપ્ત થઈ. સમગ્ર યાત્રા દરમિયાન બગી અને બેન્જો બેન્ડના કલાકારોએ ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર પ્રદર્શન કર્યું, જેના કારણે ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો.

ખંડુ પરિવારે આયોજિત આ યાત્રા ભગવાન ગણેશના સ્વાગત માટે હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઢોલ-નગારાની સાથે બગી અને બેન્જો બેન્ડના સંગીતે યાત્રાને એક નવો જ રંગ આપ્યો હતો. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવાનો અને આ ઉત્સવને સમુહમાં ઉજવવાનો હતો, જેમાં સંગીતની આ સુરાવલીએ અનેરો ઉમેરો કર્યો હતો.



Reporter: admin







