News Portal...

Breaking News :

સાળંગપુરમા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:250 કિલોની કેક કાપી દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો.

2024-04-23 14:19:02
સાળંગપુરમા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:250 કિલોની કેક કાપી દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો.

દેશભરમા વિખ્યાત સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરીસરમા સંતો દ્વારા 250 કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં ભક્તોએ જય શ્રીરામના નારા લગાવી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું.બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી યોજાઈ હતી. તેમજ દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે મંદિર પરીસરમાં સંતો દ્વારા 250 કિલોની કેક કાપી દાદના જન્મદિવસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં અને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

સાળંગપુર હનુમાનજી મંદિરે મારૂતિ યજ્ઞ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લીધો હતો. આમ હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી હનુમાન જયંતિની ઉજવણી કરી હતી.

Reporter: News Plus

Related Post