આધુનિક ટેક્નોલોજીથી બનાવેલા મજબૂતી અને ટકાઉપણું ધરાવતા ૫.૯૫ કિલોમીટર લાંબા આ રોડની ૯૬ ટકા કામગીરી પૂર્ણ

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો, રાજ્ય ધોરીમાર્ગ (SH) કક્ષાનો અત્યંત મહત્વપૂર્ણ ગોત્રી-સેવાસી-સિંઘરોટ રોડ હવે મજબૂત અને આધુનિક બનવાના આરે છે. આ રોડ પર ૫.૯૫ કિલોમીટર લાંબા પટ્ટા પર મજબૂતી અને ટકાઉપણું સુનિશ્ચિત કરતા વાઈટ ટોપિંગનું કામ ૯૬ ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે.આ રોડ વડોદરા જિલ્લા અને આણંદ જિલ્લાને જોડતો એક અગત્યનો રાજ્ય ધોરીમાર્ગ (SH) છે. કુલ ૭.૪ કિલોમીટર લંબાઈના આ રસ્તા પૈકી ૫.૯૫ કિલોમીટર લંબાઈમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાને કારણે ડામર સપાટીને ખૂબ જ નુકસાન થતું હતું.

ચોમાસામાં પાણી ભરાવાથી વારંવાર સપાટીને નુકસાન ન થાય અને રાહદારીઓને પડતી અગવડતા દૂર કરવા માટે સરકારે આ લંબાઈમાં વાઈટ ટોપિંગ ટેકનોલોજીથી સી.સી. રોડ બનાવવાનું નક્કી કર્યું.જે અંતર્ગત ૧.૯૫ કિ.મી. માં ૧૪ મીટર અને ૪ કિ.મી. લંબાઈમાં ૧૦ મીટર પહોળાઈમાં વાઈટ ટોપિંગની કામગીરી ચાલી રહી છે. હાલમાં ૯૬ ટકા કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે અને બાકીની કામગીરી ૧ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીમાં નિયત મર્યાદામાં પૂર્ણ થનાર છે.આ રોડ વાઈટ ટોપિંગ બનવાના કારણે ચોમાસા ઋતુ દરમિયાન લોકોને પસાર થવા માટે સરળતા રહે છે. વાઈટ ટોપિંગ ટેકનોલોજીનો ઉપયોગ રસ્તાની સપાટીને વધુ ટકાઉ બનાવે છે, જેના પરિણામે લાંબા સમય સુધી તેની જાળવણીનો ખર્ચ ઓછો આવે છે અને વાહનચાલકોને સુગમ મુસાફરીનો અનુભવ મેળવી રહ્યા છે.આ માર્ગ વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચેની કનેક્ટિવિટી સહિત આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે અને સ્થાનિક નાગરિકો માટે અવરજવરને વધુ સરળ બનાવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી બંને જિલ્લાના લોકો માટે પરિવહનનો સમય ઘટશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત


Reporter: admin







