વડોદરા મહાનગર પાલિકાએ ચોમાસામાં નાગરિકોની તકલીફો ટાળવા રસ્તાઓ ના કામો પૂરજોશમાં હાથ ધર્યા છે.
હાલમાં ઠેર ઠેર મુખ્ય રસ્તાઓનું રી કાર્પેટીંગ કરવામાં આવી રહ્યું છે.ધોમધખતા તડકા વચ્ચે શ્રમિકો પરસેવો વહાવી રહ્યાં છે.મોટા મોટા યાંત્રિક વાહનો કામે લગાડવામાં આવ્યા છે.
હાલમાં પરિવાર ચાર રસ્તાથી સોમા તળાવ અને કલાદર્શન ને જોડતા રસ્તા પર વહેલી સવાર થી મજદૂરો દિવસના કામની પૂર્વ તૈયારી કરી લે છે.રસ્તાના મજબુતિકરણ ઉપરાંત ફરીથી ડામર પાથરવામાં આવી રહ્યો છે.આકાશમાં થી વરસતી આગ હેઠળ આ ગરમા ગરમ કામ કરવામાં આવી રહ્યું છે.
તેની સાથે ઉપરોક્ત રસ્તાના કિનારે એક મોટી ગટર આવેલી છે.જેના પર સિમેન્ટ કોંક્રિટ નો રસ્તો બનાવેલો છે.ચોમાસામાં તેની આસપાસ કોઈ ભૂવા ના પડે અને ઘરોના વરસાદી પાણીનો સતત નિકાલ થાય તે માટે જરૂરી સુધારણા અને મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ જ પ્રકારના આગોતરા કામો પાણી પુરવઠો જાળવી રાખવા જરૂરી હોય તે કરવા જોઈએ એવી લોક લાગણી છે.ચોમાસાને સલામત બનાવવાનો પાલિકાનો આ પરિશ્રમ બિરદાવવા યોગ્ય ગણાય..
Reporter: News Plus