એટલાન્ટા :અમેરિકાના જ્યોર્જિયા રાજ્યની લાયબ્રેરી સિસ્ટમમાં ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાયબ્રેરી 15 બ્રાંચ સાથે મોખરાનું સ્થાન ધરાવે છે.
આ ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાયબ્રેરી ફાઉન્ડેશન બોર્ડમાં એટલાન્ટાની ગોકુલધામ હવેલીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાની બોર્ડ મેમ્બર તરીકે નિયુક્તિ કરાઇ છે. તેજસ પટવાની આ નિયુક્તિને કારણે એટલાન્ટામાં વસતા ભારતીય-ગુજરાતી સમુદાયમાં આનંદની લહેર વ્યાપી છે.જ્યોર્જિયા સ્ટેટની ગ્વિનેટ કાઉન્ટીમાં 1935 માં લોરેન્સવિલ પબ્લિક લાયબ્રેરીનો પ્રારંભ થયો હતો. બાદમાં 1936 માં લોરેન્સવિલ પબ્લિક લાયબ્રેરી, ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાયબ્રેરી બની હતી.
ત્યારબાદ આ કાઉન્ટી દ્વારા પુસ્તકાલય પ્રવૃત્તિને વેગ આપવા વિવિધ કાઉન્ટી સાથે સંયુક્ત ધોરણે પ્રયાસો શરૂ કરાયા હતા. તા.1 જુલાઈ,1996ના રોજ, ગ્વિનેટ કાઉન્ટીની જાહેર પુસ્તકાલય પ્રણાલીની રચના થઇ હતી. આ સાથે ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાઇબ્રેરી અસ્તિત્વમાં આવી હતી.ગ્વિનેટ કાઉન્ટી પબ્લિક લાયબ્રેરી દ્વારા તેના તાબાના વિવિધ શહેરોમાં 15 લાયબ્રેરી-બ્રાંચ ખોલવામાં આવી છે. જેના થકી અંદાજે 10 લાખની વસતીને આવરી લેવામાં આવી છે. હાલ ગ્વિનેટ કાઉન્ટીના લાયબ્રેરી સિસ્ટમમાં અંદાજે 4.61 લાખ મેમ્બર્સ નોંધાયેલા છે.
Reporter: admin