જિલ્લાના સાવલી તાલુકાના ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સુવિધા ન હોવાના કારણે ડામ.લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બે કિલોમીટર દૂર પાણી લેવા જવા માટે મજબુર બનેલી મહિલાઓએ પહેલા પાણીનું સુવિધા કરો અને ગામમાંથી મત લઈ જાવ તેવી ચીમકી સાથે સરકાર સામે ભારે રોષ ઠાલવ્યો છે. એટલું જ નહીં મહિલાઓએ મત માટે કોઈ રાજકીય નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગામમાં પીવાનું પાણી તો ઠીક ઘર વપરાશ માટેનું પણ પાણી ન મળવાના કારણે લોકોને દિવસો પસાર કરવા મુશ્કેલ થઈ ગયા છે. ગામની મહિલાઓને પીવાનું પાણી લેવા માટે બે કિલોમીટર દૂર જવાની ફરજ પડી રહી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન હલ ન થતાં આખરે મહિલાઓએ સરકારને પાણી બતાવવા માટે ગામમાં મત લેવા માટે કોઈ રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે.
મહિલાઓ મતદાન નહીં કરે
ગામની મહિલાઓએ જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઉમેદવારો મત લઈ જાય છે. પરંતુ ગામમાં આવવાની વાત તો ઠીક કોઈ કામ પણ કરતા નથી. છેલ્લા ઘણા સમયથી અમે ગામના પાણીની સમસ્યા માટે રજૂઆતો કરતા આવ્યા છે. પરંતુ કોઈ રાજકીય નેતાઓ દ્વારા અમારા ગામનો પાણીનો પ્રશ્ન હલ કરતા નથી. પરંતુ આ વખતે જો અમારો પાણીનો પ્રશ્ન નહીં થાય તો ગામની મહિલાઓ આ વખતે મત આપશે નહીં. પહેલા ગામમાં પાણીનો પ્રશ્ન હલ કરો અને મત લઈ જાવ. નળ છે પણ પાણી નથી તેમણે વધુમાં જણાવ્યું કે, ગામમાં તળાવ છે પરંતુ તળાવમાં પાણી નથી., નળ છે પરંતુ પાણી નથી, બોર છે પરંતુ પાણી ખારું પીવાલાયક નથી. પાણીની સુવિધા નહોવાના કારણે કપડાં પણ ધોઈ શકતા નથી. ખારુ પાણી આવવાના કારણે પાણીનો વપરાશ થઈ શકતો નથી. પરિણામે ગામ લોકોને પીવાનું પાણી તેમજ અન્ય વપરાશ માટે બે કિલોમીટર દૂર જઈને પાણી ભરવાની પરિસ્થિતિ સર્જાઇ છે. સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કઈક અલગ છે. પાણીની સમસ્યા હોવાના કારણે ગામમાં કોઇ છોકરીના લગ્ન કરાવવા તૈયાર નથી. યોજનાઓ માત્ર કાગળ ઉપર મળેલ માહિતી પ્રમાણે સરકાર દ્વારા નલ સે જલ ની યોજના અમલમાં મુકવા આવી છે. પરંતુ આ નલ જલની યોજના માત્ર કાગળ ઉપરના ઘોડા પુરવાર થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. કેટલાક ગામોમાં નળો નાખવામાં આવ્યો છે. પરંતુ આ નરોમાં પણ પાણીની આવતું ન હોવાના જાણવા મળેલ છે લોકોના ઘરોમાં નાખેલા નળ માત્ર શોભાના ગાંઠિયા પુરવાર થઈ રહ્યા છે. પરંતુ લસુન્દ્રા ગામની સ્થિતિ જોઈએ તો લસુન્દ્રા ગામની અંદર નળમાં પણ પાણી આવતું નથી.
પાણીનો પ્રશ્ન હલ કરો
ગામની મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે બે દિવસે એક વખત પાણી આવી રહ્યું છે પરંતુ તે પણ ઓછા પ્રેશરથી પાણી આવી રહ્યું છે. પરિણામે પીવાનું પાણી અને વપરાશ માટે બે કિલોમીટર દૂર જવાની ફરજ પડી રહી છે. ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. આ બાબતે સંબંધિત વિભાગો, તાલુકા જિલ્લા સદસ્યો,.ધારાસભ્ય સહિત અનેક લોકોને રજૂઆતો કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. વર્તમાન ઉનાળામાં પાણી વગર દિવસો પસાર કરવા મુશ્કેલ થઇ ગયું છે. જો અમારા ગામમાંથી મત જોયતા હોય તો પાણીનો પ્રશ્ન હલ કરો. જે પક્ષ અમારા ગામનો પાણીનો પ્રશ્ન હલ કરશે તે પક્ષના ઉમેદવારને મત આપીશું.
Reporter: News Plus