વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રહેતી અનાથ યુવતીની સગાઇ તૂટી ગયા બાદ પણ યુવાન હેરાન કરતો હતો. યુવાનની હેરાનગતિથી ત્રસ્ત થઇ ગયેલી યુવતીએ અભયમની મદદ લીધી હતી. અભયમ ટીમે યુવાનને કાનૂની કાર્યવાહીની ચિમકી આપતા ગભરાયેલ યુવાન ઘૂંટણીએ પડી માફી માગી હત.અભયમ ટીમના જણાવ્યા પ્રમાણે સંગીતા (નામ બદલ્યું છે) એક અનાથ છે. તેણીને તેના મામા-મામીએ મોટી કરી છે. 8 ધોરણ સુધી અભ્યાસ કરેલી સંગીતાના માસીએ બે વર્ષ પહેલાં રાહુલ (નામ બદલ્યું છે) નામના યુવાન સાથે લગ્ન નક્કી કર્યા અને સગાઈ પણ કરી હતી, પરંતુ કોઇક કારણોસર સગાઈ તૂટી ગઇ હતી.સગાઇ તૂટી ગયા બાદ રાહુલ સંગીતાને વોટ્સએપ મેસેજ કરીને હેરાન કરી રહ્યો હતો. એતો ઠીક સગાઇ દરમિયાનના ફોટો પણ તે સંગીતાના કુટુંબના ગ્રુપમાં વાઇરલ કરી રહ્યો હતો. હાલ સંગીતાના બીજે લગ્ન નક્કી કરેલા છે અને સગાઈ પણ કરેલી છે. રાહુલ આ બધુ જાણવા છતાં સંગીતાને ધાક ધમકી આપે છે કે તું ત્યાં લગ્ન કરીશ તો આ બધા ફોટા વાઇરલ કરી દઈશ.ફોટો વાઇરલ કરવાની ધમકી આપતા ગભરાઇ ગયેલી સંગીતાએ અભયમની મદદ લીધી હતી. તુરંત જ અભયમ ટીમ સંગીતાને મળી વિગતો મેળવી હતી. તે બાદ હેરાન કરી રહેલા રાહુલને મળી તેને કાયદાકીય રીતે સમજાવેલ તેમજ તે યુવકના મોબાઈલમાંથી પીડિત મહિલાનો નંબર બ્લોક કરાવેલ. તેમજ અધર ફોટા પણ ડિલીટ કરાવીને સગા સંબંધીઓના નંબરોને પણ બ્લોક કરાવ્યા હતા. તેમજ મહિલાનો નંબર પણ બ્લોક કરાવ્યો હતો. ગામના સરપંચને બોલાવીને કાયદાકીય સમજણ આપી હતી.
અભયમે રાહુલને જણાવ્યું કે, તું જે કરી રહ્યો છે તે સાયબર ગુનો કહેવાય. તો તને સજા મળવા પાત્ર થશે. હજુ તો તું અભ્યાસ કરે છે તો તારી જિંદગી પણ બગડશે, તારુ ભવિષ્ય બગડશે. આખરે આ યુવકે તેની ભૂલ સ્વીકારી લખાણ આપ્યું, કે હવે પછી મારા તરફથી કોઈ મેસેજ, કોઈ કોલ નહીં આવે. જેની હું પૂરેપૂરી ખાતરી આપું છું
Reporter: News Plus