નવ લાખના આપેલા સાધનો પરત લેવા વડોદરા આવેલા વ્યક્તિને ગોંધી રાખી છાતી પર પિસ્તોલ તાકી ખંડણી પેટે 2 લાખની માગણી કરી બળજબરીથી રોકડા પડાવી લેવાના ગુનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગિરીશ સોલંકી નામના શખ્સને ઝડપી પાડ્યો છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે તાજેતરમાં ફરિયાદીએ ફરિયાદ આપેલી હતી કે આરોપી ભવાની એનર્જી સોલ્યુશન લિમીના માલિક ગિરીશ સોલંકી (રહે, કલાલી)એ ફરિયાદીને વિશ્વાસમાં લઇને કેબલ ખેંચવાના મશીન, જેક, ગરેડી, રસ્સો મળીને 9 લાખના સાધનો ધંધા માટે 2023માં મેળવ્યા હતા. ત્યારબાદ ગિરીશ સોલંકી ફરિયાદીની જાણબહાર આ સાધનો અન્યને ભાડે આપી માતબર રકમ મેળવી હતી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આજથી ચાર પાંચ મહિના પહેલા આ સાધનો પરત લેવા બપોરના સમયે જતા એકલતાનો લાભ લઇને આરોપી ગિરીશ સોલંકીએ કલાલી ચાણક્ય આવાસની બાજુમાં ઓફિસના રુમમાં ફરિયાદીને ગોંધી દીધો હતો અને તેની કમરમાં લટકાવેલ પિસ્તોલ ફરિયાદીની છાતી ઉપર તાકી કહ્યું હતું કે બહુ પૈસા જોઇએ છે. પૈસા માંગ્યા તો જીવતો નહી રહેવા દઉં, મારી પહોંચ ઉપર સુધી છે. તેમ કહી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે પોલીસ કમિશનરની સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગિરીશ નાનજીભાઇ સોલંકી (રહે, વિસેન્જા હાઇડેક, ગાર્ડીયન ટાવર કલાલી રોડ)ને ઝડપી પાડ્યો હતો અને ગિરીશ સોલંકીના 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરુ કરી હતી.
હવે તારે મને રુપિયા આપવાના છે
આટલું ઓછું ના હોય તેમ ગિરીશ સોલંકીએ ફરિયાદીને બે ત્રણ લાફા માર્યા હતા અને શર્ટનું કોલર પકડી ઓફિસમાં બેસાડી કહેલું કે મારે તને રુપિયા આપવાના નથી અને હવે તારે મને રુપિયા આપવાના છે તેમજ તે સામાન હવે મારો છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી બહતી અને ફરિયાદીને બહાર નિકળવા નહી દઇએ તેમ કહી 2 લાખની માગણી કરી હતી અને 14 હજાર રોકડા પડાવી લઇ આ બાબતે પોલીસ ફરિયાદ કરી કે કોઇને જાણ કરી તો તારુ મોત 100 ટકા થશે
Reporter: admin







