વાઘોડીયા રોડ પારૂલ સોસાયટી ખાતે બિરાજમાન રામેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભવ્ય ભક્તિભાવપૂર્વક મહોત્સવ યોજાયો.
મંદિરમાં ઘીના કમળ તથા ફૂલ-શાકભાજીથી સુંદર મનોરથ સજાવવામાં આવ્યો હતો. મહા આરતી સાથે સોમવારની આ પૂજા વિધિમાં સૈંકડો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે શિવલિંગે જળાભિષેક અને વિશેષ આરાધના વિધિઓનું આયોજન થતા ભક્તિભાવનો માહોલ છવાયો હતો.રામેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલી મહા આરતીમાં આસપાસની સોસાયટીઓમાંથી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભક્તો દ્વારા "હર હર મહાદેવ"ના ગજગજતા નાદ વચ્ચે શિવલિંગને ઘીના કમળથી સજાવી આરતી ઉતારતા સૌ કોઈ ભાવવિભોર બની ગયા હતા. શ્રાવણ માસના છેલ્લા સોમવારે આ કાર્યક્રમને લઈને મંદિરમાં મેળાવડો જેવો માહોલ સર્જાયો હતો. સેવા સમિતિના લોકઉપયોગી કાર્યક્રમો રામેશ્વર સેવા સમિતિ દ્વારા શ્રાવણ માસ દરમિયાન અનેક ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મંદિરમાં થયેલા આ ભવ્ય મનોરથ અને મહા આરતી સાથે સમિતિ દ્વારા લોકઉપયોગી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક લોકો સાથે અનેક સેવાભાવી કાર્યકરો પણ જોડાયા હતા.
Reporter: admin







