વડોદરા કારેલીબાગ સ્થિત લાડીલા ઘનશ્યામ મહારાજના દ્વી દશાબ્દી મહોત્સવ 20મો પાટોત્સવ નિમિત્તે આજે સવારે ૬:૦૦ વાગે કારેલીબાગ મંદિરેથી દિવ્ય મહોત્સવના પ્રેરક પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડલધામ ગુરુજી ના સાનિધયમાં 5000 હાજારથી વધુ હરિભક્તોની પદયાત્રા નીકળી હતી.
કારેલીબાગથી નીકલેલી દિવ્યાતી દિવ્ય અને ભવ્યાતી ભવ્ય પદયાત્રાના પ્રેરક પૂજ્ય ગુરુજીના સંકલ્પથી આ પદયાત્રામાં હજારો હરિભક્તો શ્રદ્ધાભર જોડાયા હતા. શિસ્તબધ રીતે "સ્વામિનારાયણ ભગવાનના જયધોષ" સાથે નીકળેલી પદયાત્રા શહેરના માંડવી થઈ વાડી શ્રી સ્વામિનારાયણ મંદિરે સવારે 7.10 વાગે પહોંચi હતી.ઉનાળાની ગરમીના હિસાબે વાડી મંદિરે હરિભક્તો માટે સરબત અને ઠંડાજલની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.વાડી સ્વામિનારાયણ મંદિરે શણગાર આરતી કર્યા પછી પુનઃ વાડી મંદિરથી કારેલીબાગ નિજ મંદિરે પદયાત્રાનો પ્રારંભ થયો હતો અને સવારે 9:00 વાગે વાડી મંદિરથી પદયાત્રા કારેલીબાગ શ્રી સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી.
આજના સવારના સેશનમાં પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ ભગવાનનાં અખંડ સ્મરણ માટે શું કરવું જોઈએ એ સંબંધે હજારો હરીભક્તોને સુંદર દ્રષ્ટાંત સાથે સમજ આપી હતી તથા જીવન કઈ રીતે જીવવું જોઈએ તે વિશે હરિભક્તોને સુંદર સમજણ આપી હતી.
Reporter: News Plus