News Portal...

Breaking News :

વીએમસી દ્વારા હીટવેવથી બચવા માટે એનાઉન્સમેન્ટ સિસ્ટમ શરુ કરાઈ

2024-05-23 18:30:15
વીએમસી દ્વારા હીટવેવથી બચવા માટે એનાઉન્સમેન્ટ સિસ્ટમ શરુ કરાઈ


વડોદરા મહાનગરપાલિકા દ્વારા હીટવેવથી બચવા માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોને જાગૃત કરવા માટે હવે વિવિધ વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ સિસ્ટમ શરુ કરવામાં આવી છે. ઓટો રિક્ષામાં લોકોને હિટ વેવથી બચવા શું શું કરવું જોઈએ તેની જાહેરાત કરવામાં આવી રહી છે.



વડોદરા મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં જ લોકોને અપીલ કરવામાં આવી હતી. અને ધોમધખતા તાપમાન બપોરના સમયે ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી. પાલિકાએ ખાસ કોન્ટ્રાક્ટરોને પણ અપીલ કરી હતી કે બપોરના સમયે મજુર વર્ગ પાસેથી કામ ન લેવામાં આવે અને બને તો છાંયડામાં જ કામ લેવામાં આવે. પાલિકા દ્વારા  લૂથી બચવા માટે પણ લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા


ત્યારે હવે પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ઓટો રીક્ષા દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાલિકા પણ હાલમાં સતર્ક બની છે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે વિવિધ સ્થળોએ ચેકીંગ પણ કરી રહી છે. હજુ 5 દિવસ સુધી હિટ વેવની આગાહી છે ત્યારે પાલિકાએ જાગૃતતા લાવવાની શરૂઆત કરી દીધી છે

Reporter: News Plus

Related Post